ચાઈનીઝ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમદાવાદમાં ક્રિપ્ટો રોકાણના નામે ૫૮ લાખની ઠગાઈ

 નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી વિશ્વાસ જીત્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી એકવ્યક્તિ સાથે ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ટોળકીનો સાબરમતી પોલીસે પર્દાફાશકર્યો છે. પોલીસે ૨૪મીથી ૩૧મી માર્ચ દરમિયાન કૌભાંડમાં સંડોવાયેલા કુલ આરોપીઓની ધરપકડ કરીછે, જેમના કનેક્શન દુબઈ અને કંબોડિયાની ચાઈનીઝ ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારાફરિયાદીનો સંપર્ક કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદક્રિસ્ટલ ઈન્ટીરિયર ડિઝાઇનર પ્રાઇવેટ લિમિટેડનામનીડમી કંપનીના બેન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ડમી કંપનીના ડિરેક્ટરોઅને બેન્ક ખાતા તેમજ ઓફિસની વ્યવસ્થા કરી આપનારા શખસોનો સમાવેશ થાય છે.

૪૧ જેટલી ફરિયાદો નોંધાઈ 

આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર મૂળ સુરતનો મયુર સાવલિયા હોવાનું ખૂલ્યું છે. મયુર સાવલિયા છેલ્લા ત્રણચાર વર્ષથી વિદેશમાં છે. તે અગાઉ લાઓસ અને કંબોડિયામાં ચાઈનીઝ ગેંગના કોલ સેન્ટરોમાં કામ કરી ચૂક્યો છે અને હાલ દુબઈથી નેટવર્ક ચલાવે છે.

પકડાયેલા આરોપીઓ ઓમકાર ભારતી ગોસ્વામી અને સની મગો તેના સતત સંપર્કમાં હતા. ટોળકી ભારતના લોકો પાસેથી ડમી બેન્ક એકાઉન્ટ્સ મેળવી, એકાઉન્ટ હોલ્ડરોને દિલ્હીની હોટલોમાં રોકતી હતી અને ટ્રાન્જેક્શન પર ૫થી ૧૦ ટકા કમિશન મેળવતી હતી.

પોલીસને તપાસ દરમિયાન ટોળકીના વ્યવહારોમાં અનેક ચોંકાવનારી વિગતો મળી છે. ડમી કંપનીઓના ખાતામાંથી કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો મળી આવ્યા છે, જેમાં માત્ર એક ખાતામાં ૯૩ લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે.

ટોળકી દ્વારા વપરાતા માત્ર બેન્ક ખાતા સામે સમગ્ર ભારતમાં અલગઅલગ સ્થળોએ ૪૧ જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જે ફેસબુક આઈડીથી ફરિયાદીને લલચાવવામાં આવ્યા હતા, તે પણ કંબોડિયાથી ઓપરેટ થતું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

સાબરમતી પોલીસ હાલ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખસો અને વોન્ટેડ આરોપી મયુર સાવલિયા સુધીપહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. તેમજ ટોળકીએ અન્ય કેટલા લોકોના બેન્ક ખાતાનો દુરુપયોગ કર્યો છે. તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.