Last Updated on by Sampurna Samachar
આ ટક્કરમાં બળદ ગાડામાં સવાર એક વૃદ્ધ વ્યક્તિ ફંગોળાઈને જમીન પર પટકાયા
તેમને ગંભીર ઇજાઓ પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કૃષ્ણનગર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ બનેલી AMTS બસના ચાલકે બળદ ગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.શહેરના સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતાં માર્ગ પર આઅકસ્માત સર્જાયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બળદ ગાડાને AMTS બસના ચાલકે અચાનક પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરમાં બળદ ગાડામાં સવાર એક વૃદ્ધવ્યક્તિ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સાથે જ અબોલ જીવએવા બળદને પણ શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બસ ચાલકની આ પ્રકારનીબેદરકારી જાેઈને સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ છસ્જી બસમાં તોડફોડ શરૂકરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડી પરિસ્થિતિ પર કાબૂમેળવ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.