Last Updated on by Sampurna Samachar
હનીમૂન મનાવવા માટે ગયેલ કપલમાં પત્ની પાછી આવી અને પોલીસ ફરિયાદ કરી
પાર્ટનર શારીરિક રીતે નબળો હોવાની પત્નીની ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
UP ના દાદરીની રહેવાસી એક યુવતીના લગ્ન નોઈડાના એક યુવક સાથે થયા હતા. આ બંનેના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા હતા. બંને એકબીજા સાથે લગ્ન થતાં ખૂબ જ ખુશ હતા. લગ્નના થોડા દિવસ બાદ બંને હનીમૂન પર જવાનો પ્લાન બનાવ્યો. બંનેએ નક્કી કર્યું તે પ્રમાણે મોરેશિયસ જવાનું ફાઈનલ કર્યું. જ્યારે બંને મોરેશિયસ પહોંચ્યા તો ત્યાં એક હોટલ બુક કરી. હનીમૂન પર આવ્યા બાદ પત્ની ખૂબ જ ખુશ હતી, પણ જ્યારે તે રાત્રે પતિની નજીક ગઈ તો તેને જાણવા મળ્યું કે, તેનો પાર્ટનર શારીરિક રીતે નબળો છે.
પતિ શારીરિક રીતે નબળો હોવાની જાણકારી મળતા મહિલા હનીમૂન છોડીને નોઈડા પાછી આવી ગઈ. આવતાની સાથે જ પતિને ડોક્ટર પાસે લઈ ગઈ અને તપાસ કરાવી. તપાસ બાદ શખ્સને ડોક્ટર્સે અમુક દવાઓ લખી આપી. પણ હવે નવવિવાહિતાને સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવાનું શરૂ કર્યું છે.
એકબીજા સાથે જીવનની લાંબી સફરની શરૂઆત લગ્ન પછીના હનીમૂનથી થાય છે. જો તમે તાજેતરમાં લગ્ન કર્યા છે અથવા આગામી દિવસોમાં લગ્ન કરવા જઈ રહ્યા છો, તો તમારે એ પણ જાણી લેવું જોઈએ કે દુનિયાભરના કપલ્સ દ્વારા હનીમૂન માટે કયું સ્થળ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પત્નીએ કંટાળી ફરિયાદ કરી
જે બાદ કંટાળેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં પહોંચી અને સાસરિયા પક્ષ પર હત્યાનો પ્રયાસ કરવાનો સાથે સાથે દહેજ માંગવાનો આરોપ લગાવતા મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, તેનો જેઠ તેની સાથે અનેક વખત છેડતીનો પ્રયાસ કરી ચૂક્યો છે.
લગ્ન પછીનો સમય કોઈ પણ કપલ્સ માટે ખૂબ યાદગાર અને ખાસ હોય છે. એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાના સપના સાથે કપલ હનીમૂન પ્લાન કરતા હોય છે. એવામાં આ જગ્યાને એક બીજાની પસંદ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવે છે. જોકે તમે કદાચ જ આ જગ્યા વિશે જાણતા હશો કે એક એવી જગ્યા છે, જ્યાં દુનિયાભરથી લોકો હનીમૂન ડેસ્ટિનેશન તરીકે આવવાનું વધુ પસંદ કરે છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩માં તેના લગ્ન નોઈડામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નમાં દીકરીના મા-બાપે ક્ષમતા અનુસાર દહેજ આપ્યો હતો અને ઘરનો જરૂરી તમામ સામાન પણ આપ્યો હતો. પણ લગ્ન બાદ મારા સાસરિયા પક્ષે ફરી દહેજ માગવાનું શરૂ કર્યું. જ્યારે તેમની માગ પૂરી થઈ નહીં તો મારી સાથે મારપીટ કરવા લાગ્યા. દરરોજ ત્રાસ આપતા. જેમ તેમ કરીને પતિને મનાવી હનીમૂન જવા વાત કરી, પતિ માની પણ ગયો, જોકે ત્યાં જઈને ખબર પડી કે પતિ તો શારીરિક રીતે નબળો છે.