Last Updated on by Sampurna Samachar
આ મામલામાં છ નરાધમો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
યુવતીએ પ્રેમીને છોડી દેતા કૃત્ય આચર્યાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જે વ્યક્તિ એક સમયે પ્રેમ વરસાવતો હતો તે આજે ક્રૂર વ્યક્તિ બની ગયો છે. હા, મહારાષ્ટ્રના ભિવંડીમાં બે અલગ અલગ જગ્યાએ ૨૨ વર્ષની છોકરી પર સામૂહિક દુષ્કર્મ આચરાયાનો કિસ્સો સામે આવ્યો છે.
આ ગેંગ રેપ બીજા કોઈએ નહીં પણ એ જ વ્યક્તિએ કર્યો હતો જે એક સમયે તેના માટે મરવા-મારવાની વાત કરતો હતો. એટલે કે એનો બોયફ્રેન્ડ હતો. છોકરી પર ગેંગરેપ કરવાના આરોપમાં છ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક શાળા પાસે છોકરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાનું તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના ચાર મિત્રો દ્વારા તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છોકરી અને તેનો બોયફ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશિપમાં હતા. જ્યારે છોકરીએ એને છોડીને બીજા છોકરા સાથે સંબંધમાં ગઈ ત્યારે આરોપી તે સહન કરી શક્યો નહીં. અગાઉ પ્રેમીએ ગુસ્સે થઈને રાત્રે છોકરીના ભાઈનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે છોકરીને તે જગ્યાએ બોલાવવા દબાણ કર્યું હતું.
છોકરી પર બે અલગ અલગ જગ્યાએ સામૂહિક દુષ્કર્મ
એક અધિકારીએ જણાવ્યું કે છોકરીને તે રાત્રે તેના ભાઈનો ફોન આવ્યો, જેમાં તેણે કહ્યું કે તે મુશ્કેલીમાં છે. જ્યારે તે તેના ભાઈએ ફોન કર્યો હતો ત્યાં પહોંચી ત્યારે આરોપીઓએ પીડિતા, તેના ભાઈ અને ઓટોરિક્ષા ચાલકને માર માર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓએ નાગાંવમાં એક સ્કૂલ નજીક અને ફાતિમાનગરમાં એક પિકઅપ વાનની અંદર તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ . તેનો અર્થ એ કે છોકરી પર બે અલગ અલગ જગ્યાએ સામૂહિક દુષ્કર્મ.
પીડિતા કોઈક રીતે ભાગી ગઈ અને ભિવંડી પોલીસનો સંપર્ક કર્યો. આ પછી, આ કેસમાં FIR નોંધવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ છ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મ , ગેંગરેપ અને અન્ય ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી.