Last Updated on by Sampurna Samachar
સૈફ અલીના ઘરમાં કામ કરનારા ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગત રાત્રે ૨ વાગ્યે જીવલેણ હુમલો થયો. તેના પર ૬ વખત છરી વડે હુમલો કરાયો. જોકે, હાલ સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે અને ખતરાથી બહાર છે. બીજી તરફ, સૈફ પર હુમલો કરનારા આરોપી પર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ટ્રેસ પાસિંગની કલમો પણ લગાવવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પ્રભાદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે, મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શંકાસ્પદ છૂપાયેલો હોય શકે છે. શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર સામે આવી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પ્રભાદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે, મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શંકાસ્પદ છૂપાયેલો હોય શકે છે. સૈફ પર હુમલો કરનારા આરોપી પર મ્દ્ગજીની કલમ ૧૦૯ હેઠળ હત્યાના પ્રયાસનો કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ટ્રેસ પાસિંગની કલમો પણ કેસમાં સામેલ કરાઈ છે. સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલાએ અજાણ્યા ઘૂસણખોરો વિરૂદ્ધ પોલીસમાં હત્યાના પ્રયાસ અને ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે.
સૈફ અલી ખાન પર હુમલા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ અંગે પોલીસે માહિતી આપી છે. આ કઈ પ્રકારનો હુમલો છે તમામ માહિતી પોલીસે આપી છે. એવું કહેવું કે મુંબઈ અસુરક્ષિત છે તે ખોટું છે.
કોઈ અજાણ્યો વ્યક્તિ તેના ઘરમાં ઘુસ્યો હતો. પોલીસનો અંદાજ છે કે, અજાણ્યો શખસ ચોરી કરવાના ઇરાદે તેના ઘરમાં ઘુસ્યો હતો. શખસ ઘરકામ કરનારી મહિલાના રૂમથી સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો. ઘરમાં ઘુસ્યા બાદ તે શખસે સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલા અને એક્ટર સાથે મારામારી કરી. જેમાં એક્ટર ઘાયલ થઈ ગયો. ઘટનાની તપાસ ચાલી રહી છે. સૈફ અલી ખાનને તેના દીકરા ઇબ્રાહિમ અલી ખાન હોસ્પિટલ લઈને આવ્યા હતા. ઇબ્રાહિમ અલી ખાન સૈફના ઘરથી થોડા દૂર જ રહે છે. તેમની દીકરી સારા અલી ખાન પણ મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી.સૈફ અલી ખાન હાલ ખતરાથી બહાર છે. તેમની સર્જરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ સૈફ અલી ખાનના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના ઘરમાં કામ કરનારા ત્રણ લોકોની અટકાયત કરી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ત્રણે લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સાથે પૂછપરછ થઈ રહી છે તો વળી પરિવાર પર થયેલા આ હુમલા બાદ પિતાને મળવા સારા પોતાના ભાઈ ઈબ્રાહિમ સાથે હોસ્પિટલે આવી પહોંચી છે. આ દરમ્યાન બંનેના ચહેરા પર ઉદાસી જોવા મળે છે.