Last Updated on by Sampurna Samachar
આ રીતે ઘણી વિદ્યાર્થીનીઓ બની છે ભોગ
આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના કુશીનગરની એક શાળામાં ધોરણ ૧૨ના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવતા ૫૦ વર્ષીય શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. જી હા.. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉત્તર પ્રદેશમાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા છે. જી હા.. ઉત્તર પ્રદેશના કુશીનગરની એક સ્કૂલમાં ધોરણ ૧૨માં ભણતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બનાવતા ૫૦ વર્ષીય શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેને લઈને સ્થાનિક લોકોએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શિક્ષક શિષ્યની સાથે શારીરિક સંબંધ બાંધતો નજરે પડ્યો
બીજી બાજુ પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે. શિક્ષકે વિદ્યાર્થીનીને પરીક્ષામાં સારા નંબરે પાસ કરવાની લાલચ આપી હતી. વીડિયોમાં શિક્ષક શિષ્યની સાથે શારીરિક સંબંધ બાંધતો નજરે પડી રહ્યો છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટીચર અને શિષ્યના સંબંધો તાર તાર થઈ ચૂક્યા છે. ચારેબાજુ આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ૪ મિનિટ અને ૯ સેકન્ડના વાયરલ વીડિયોમાં લગભગ ૫૦ વર્ષીય શિક્ષક મોહમ્મદ મોઈનુદ્દીન અંસારીએ એક વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો છે.
સ્થાનિક યુવકોએ જણાવ્યું કે આ કૃત્ય આરોપી વિદ્યાર્થીની સાથે સ્કાઉટ ગાઈડ રૂમમાં કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોમાં જોયા બાદ જાણવા મળ્યું કે કોઈ વિદ્યાર્થીએ બારીમાંથી આ રેકોર્ડિંગ કર્યું હતું. લોકોનું કહેવું છે કે આરોપી શિક્ષકે વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં માર્ક્સ આપવાની લાલચમાં આ દુષ્કર્મ આચર્યું હતું.
મળતી માહિતી મુજબ આ પહેલા પણ ઘણી વિદ્યાર્થિનીઓ તેનો શિકાર બની ચુકી છે. જોકે આ અંગે કોઈએ ફરિયાદ કરી નથી. શિક્ષકની ઘૃણાસ્પદ કૃત્યથી નારાજ સ્થાનિક લોકોએ કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી અને બરતરફીની માંગ કરી રહ્યા છે. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સીઓ કુંદન સિંહે જણાવ્યું છે કે આ મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.