Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના અંતર્ગત કરી હતી અરજી
પોલીસે ત્રણેય મુસ્લિમ બહેનોની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ૩ મુસ્લિમ બહેનોના એક સાથે લગ્ન થયા. લગ્નમાં ત્રણેયને ખૂબ પૈસા મળ્યા. ત્રણેયે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં જઈને લગ્ન કર્યા. પણ લગ્નના ૧ વર્ષ બાદ જ્યારે જાણવા મળ્યું કે, ત્રણેય નકલી વરરાજા લઈને આવી હતી અને પિતાના જ ઘરમાં રહેતી હતી, ક્યાંય સાસરિયે ગઈ નહોતી. ત્રણેયે આ નકલી લગ્ન ફક્ત પૈસાની લાલચમાં આવીને કર્યા હતા. જ્યારે તેમના અકાઉન્ટ ચેક કર્યા તો જાણવા મળ્યું કે આ પૈસા તો વાપરી નાખ્યા હતા.
હકીકતમાં જોઈએ તો, રામપુરના ટાંડા નગર પાલિકા પરિષદમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના અંતર્ગત લાભ લીધા બાદ ત્રણ બહેનો પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. મોહલ્લા મનીહારાન ચક, ટાંડા, રામપુરની આફરીન જહાં, શમા પરવીન અને નાઝરીન ત્રણેય બહેનો છે, જેમના પિતાનું નામ અબ્દુલ નવી છે. તેમણે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના અંતર્ગત માટે અરજી કરી હતી. આ યોજના અંતર્ગત સરકાર આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્નમાં મદદ કરે છે.
પોલીસ ફરિયાદ નોંધાઇ
આ યોજનાના કારણે ૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વિવાહ સમારંભમાં આફરીન જહાંના લગ્ન નાવેદ સાથે, શમા પરવીનના લગ્ન તહબ્બર સાથે તથા નાઝરીનના લગ્ન મોહમ્મદ યાસિન સાથે થયા હતા. આ લગ્નમાં તેઓ હાજર પણ રહ્યા હતા. તેથી યોજના અંતર્ગત તેમને લાભ પણ મળ્યો. આ ત્રણેયના ખાતામાં સરકારે નક્કી કરેલી રકમ પણ જમા થઈ ગઈ.
સમસ્યા તો ત્યારે આવી જ્યારે જાણકારી સામે આવી કે આ ત્રણેય બહેનો હવે કહી રહી છે કે તેમના લગ્ન જ નથી થયાં. તેના પર પ્રશાસન વારંવાર યોજનાનો લાભ પાછો આપવા માટે કહી રહ્યા છે, પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. ત્યારે નગર પાલિકા પરિષદ ટાંડાના પ્રધાન લિપિક ધનીરામ અને અધિકારી પુનીત કુમારે પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમાં આરોપ લગાવ્યો કે, ત્રણેય બહેનોએ યોજના અંતર્ગત સરકારી લાભ લીધો છે અને લગ્ન નથી કર્યા. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને ત્રણેય બહેનોની ધરપકડ પણ કરી છે.
તો વળી આ સમગ્ર મામલામાં અહમદ નબી નામના એક શખ્સે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, સીએમ યોગી આદિત્યનાથે શાનદાર સ્કીમ લાગુ કરી છે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના. તેમાં છોકરીઓના લગ્ન થાય છે, જેમને કોઈ નથી અથવા ગરીબ છે.
આ યોજનાનો લાભ ત્રણ મુસ્લિમ છોકરીઓએ ૨૦૨૩માં લીધો હતો. ત્રણેય સગી બહેનો છે. પણ તેમણે અલગ અલગ માતાઓના નામ લખાવ્યા હતા. પણ જ્યારે મને ખબર પડી તો મેં મુખ્યમંત્રી પોર્ટલ પર તેમની ફરિયાદ કરી તો તપાસ શરૂ થઈ અને હવે જતાં ખુલાસો થયો છે.