Last Updated on by Sampurna Samachar
બંને ગુનેગારોએ યુવતીના નાકની નથ અને સોનાનુ પેન્ડલ્ટ ચોરી ગયા
પોલીસે નરાધમની ધરપકડ કરી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના પુણેમાં થોડા દિવસો પહેલા સરકારી બસમાં મહિલા પર થયેલા દુષ્કર્મની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, જે કેસમાં પોલીસે આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ત્યારે પુણેમાંથી જ ફરી દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની આગ હજુ ઠંડી પણ નહોતી પડી. ત્યાં બે લોકોએ ૧૯ વર્ષની છોકરી પર તેના પિતરાઈ ભાઈની સામે છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું.
એટલું જ નહીં, આ બંને ગુનેગારોએ યુવતી અને તેના પિતરાઈ ભાઈને શારીરિક સંબંધ બાંધવા દબાણ પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે FIR નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટના પુણે (PUNE) ના રંજનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના શિરુર તાલુકામાં બની હતી.
રંજનગાંવ SP એ ઘટના વિશે જણાવ્યુ
કેસની તપાસ કરી રહેલા રંજનગાંવ SP મહાદેવ વાઘમોડેએ જણાવ્યું કે રાત્રે યુવતી તેના પિતરાઈ ભાઈ સાથે તેના ઘરની નજીક એકાંત જગ્યાએ બેઠી હતી. ત્યારે ત્યાં બાઇક પર બે યુવકો આવ્યા, જેમની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની વચ્ચે હતી. બંનેએ ભાઈ-બહેનની સામે બાઇક રોકી હતી અને છરી દેખાડી ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓએ બંનેને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આ ઘૃણાસ્પદ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ તેમના પિતરાઈ ભાઈની સામે છરી બતાવી યુવતી પર દુષકર્મ ગુજાર્યુ હતુ. આ સાથે આરોપીએ યુવતીની નાકની નથ અને સોનાનું પેન્ડન્ટ લૂંટીને ભાગી ગયા હતા. આ પછી યુવતીએ ૧૧૨ ડાયલ કરીને PCR ને કોલ કરીને ઘટનાની જાણકારી આપી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પર FIR નોંધી છે. આ પછી પોલીસે કોઈ સમય બગાડ્યા વિના આરોપીની ધરપકડ કરી લીધી.