Last Updated on by Sampurna Samachar
વેરો નહીં ભરનારી ૨૧૮ મિલકતોની હરાજી કરી
મહાનગર પાલિકા દ્વારા એક વર્ષમાં ૨૪૯૯૬૫ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં મિલકત વેરો નહીં ભરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા છેલ્લા એક વર્ષમાં બે લાખથી વધુ મિલકતો સામે કાર્યવાહી કરાઈ છે. વેરો નહીં ભરનારા એકમોને નોટીસઅથવા તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હરાજીની પણ કાર્યવાહીકરવામાં આવી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરો નહીં ભરતા એકમો સામે એક્શન લેવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા એક વર્ષમાં ૨૪૯૯૬૫ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટેક્સ નહીં ભરનારા એકમોને નોટીસો ફટકારાઈ છે અને કેટલાક કિસ્સામાં સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. ટેક્સનહીં ભરતા ૨૧૮ મિલકતોની હરાજી પણ કરવામાં આવી છે.
એકમોને સીલ કરાઈ અને નોટીસ ફટકારાઈ
શહેરમાં મહાનગર પાલિકા દ્વારા મધ્ય ઝોનમાં ૧૪૩૦૪ એકમોને નોટીસ ફટકારી છે અને સીલ પણ મારવામાં આવ્યું છે. જ્યારે બોજાે નોંધવામાં આવેલી મિલકતોની સંખ્યા ૧૬૩ છે. આ ઝોનમાં તંત્ર દ્વારા ૨૩ મિલકતોની હરાજી કરાઈ છે.એવી જ રીતે ઉત્તર ઝોનમાં૨૩૧૨૫ એકમોને સીલ કરાઈ છે અને નોટીસ ફટકારાઈ છે.૧૮ એકમો સામે બોજો નોંધાયો છે.
જ્યારે ૨૩ મિલકતોને સીલ કરાઈ છે. શહેરમાં સૌથી વધુ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં મોટી કાર્યવાહી કરાઈ છે. પૂર્વમાં ૬૨૪૨૨એકમોને નોટીસ અને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. જ્યારે ૪૫ મિલકતોને સીલ કરાઈ છે. પશ્ચિમ ઝોનમાં ૭૫૮૩૪ મિલકતોને સીલ અથવા તો નોટીસ અપાઈ છે. જ્યારે ૩૯ મિલકતોની હરાજી કરવામાં આવી છે.