ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકીય શક્તિના એજન્ટના રૂપમાં કામ કરી રહ્યા છે
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં સનાતન હિન્દુ એકતા રેલી કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની પદયાત્રા હાલમાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં છે. બાગેશ્વર બાબા દ્વારા આયોજિત હિન્દુ એકતા રેલી પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ નારાજગી વ્યક્ત કરી છે. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, જનતા જાતિમાં વિભાજિત ન થવી જોઈએ અને લોકોએ અમને મત આપતા રહેવું જોઈએ, આ અહીના નેતાઓની ભાવના છે અને આ ભાવનાને લોકો સુધી લઈ જવા માટે નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીને મહોરું બનાવ્યા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન યાત્રા પર અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, સનાતન યાત્રામાં નારા લગાવી રહ્યા છે કે, જાત-પાતની કરો વિદાઈ, હિન્દુ-હિન્દુ ભાઈ-ભાઈ”. ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકીય શક્તિના એજન્ટના રૂપમાં કામ કરી રહ્યા છે. આ જેઓ સનાતની કહીને આવ્યા છે તેમને રાજનીતિનો એજન્ડા જનતા વચ્ચે લઈ જવા માટે ઉતારવામાં આવ્યા છે. આ રાજકીય ખેલ છે અને તેનું સનાતન ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’ નારા અંગે તેમણે તેમણે કહ્યું કે, ‘બટેંગે એનો અર્થ એ કે જાતિઓમાં વિભાજિત ન થાઓ, જાતિઓમાં હિન્દુ જનતા ન વહેંચાઈ અને સંપૂર્ણ વોટ આપતી રહે. આ જે અહીંના નેતાઓની ભાવના છે, તેને જનતા વચ્ચે લાવવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રીને મહોરું બનાવવામાં આવી રહ્યા છે. સનાતન યાત્રામાં નારો લગાવવામાં આવી રહ્યો છે કે, જાત-પાતની કરો વિદાઈ, હિન્દુ-હિન્દુ ભાઈ-ભાઈ. આ જ તેમનો પણ નારો છે બટેંગે તો કટેંગે.’