Last Updated on by Sampurna Samachar
શેઠના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી
વોટ્સઅપ પરથી એક જોખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન–પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતાઅને વટવા GIDC ની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય વિપુલ પટેલ સાથે ૧૦.૭૦ લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.

ઠગોએ ફરિયાદીના શેઠનો મોબાઈલહેક કરી, તેમના જ વોટ્સઅપ પરથી એક જોખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો.મળતીમાહિતી અનુસાર, ૧૯મી ફેબ્રુઆરીના રોજ વિપુલભાઈ પોતાની નોકરી પર હતા, ત્યારે તેમના શેઠ જયંતિભાઈપટેલના મોબાઈલ નંબર પરથી વોટ્સઅપમાં ‘RTO E Challan.apk‘ નામની એક ફાઈલ આવી હતી. શેઠના નંબર પરથી મેસેજ હોવાથી વિપુલભાઈએ કોઈ પણ શંકા વગર RTO મેમોની વિગતો તપાસવા માટે આફાઈલ ડાઉનલોડ કરી હતી.
બેન્કિંગના આઈડી અને પાસવર્ડ ચોરી લીધા
ફાઈલ ઓપન કરતાની સાથે જ તેમાં નામ અને માતાનું નામ જેવી ખાનગી વિગતો માંગવામાં આવી હતી. વિપુલભાઈને શંકા જતાં તેમણે તુરંત ફાઈલ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઠગોએ તેમનામોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. આ એક્સેસની મદદથી ઠગોએ વિપુલભાઈના ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી અને પાસવર્ડ ચોરી લીધા હતા.
૨૦મી ફેબ્રુઆરીના રોજ જ્યારે આધેડ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ પર બેન્કમાંથી નાણાં કપાયાહોવાના મેસેજ આવવા લાગ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે ઠગોએ તેમના ખાતા પર ૫.૩૧ લાખ રૂપિયાની ઈન્સ્ટા જમ્બો લોન મેળવી લીધી હતી. ૪.૫૦ લાખ રૂપિયાની ઇન્સ્ટા લોન મંજૂર કરાવી હતી. ખાતામાં રહેલી બચત અને લોનની રકમ મળી કુલ ૧૦.૭૦ રૂપિયા લાખ અલગ–અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ વિપુલભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પરસંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છેકે, કોઈ પણ અજાણી વ્યક્તિ કે જાણીતી વ્યક્તિના નંબર પરથી પણ ફાઈલ આવે, તો તેને ડાઉનલોડ ન કરવી. આવી ફાઈલ તમારા મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી શકે છે.