ધાર્મિક મુદ્દાની આડમાં ભાજપ રાજકીય રોટલાં શેકી રહી છે
બસપાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણા, મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ બાદ બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે. માયાવતીએ કહ્યું કે, ધાર્મિક મુદ્દાની આડમાં ભાજપ રાજકીય રોટલાં શેકી રહી છે. ભાજપે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં સરકારી મશીનરીના દુરૂપયોગનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસ તેમજ ભાજપ અલગ-અલગ પ્રકારે બસપાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી આપણે એકસાથે મળીને સંઘર્ષ કરવાનો રહેશે.
માયાવતીએ ડૉ. ભીમરાવ આંબેડકરના પરિનિર્માણ દિવસ પર પ્રદેશના વિભિન્ન મંડળો અને દેશના અન્ય રાજ્યોમાં કાર્યક્રમોનું આયોજન કરી વંચિત સમાજને એકજૂટ રહેવાનો સંદેશ આપવાનો નિર્દેશ પણ કર્યો છે. લખનૌ, કાનપુર તેમજ અયોધ્યા મંડળના બસપા કાર્યકર્તા ગોમતીનગર સ્થિત સામાજિક પરિવર્તન સ્થળ પર એકત્ર થઈને ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.
મેરઠ તેમજ દિલ્હીના કાર્યકર્તા નોયડાના ગ્રીન ગાર્ડનમાં શ્રદ્ધા-સુમન અર્પિત કરશે. બાકીના ૧૪ મંડળ સહિત અન્ય રાજ્યોમાં આયોજિત થતાં કાર્યક્રમોમાં બસપા કાર્યકર્તાઓને એકત્ર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે, પાર્ટીના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર આકાશ આનંદ બેઠકમાં સામેલ ન હતા થયાં.
ઉત્તર પ્રદેશમાં થયેલી પેટાચૂંટણીમાં હાર બાદ બસપા મુખ્યાલયમાં ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં માયાવતીએ કહ્યું કે, સત્તાની માસ્ટર કી પ્રાપ્ત કરવા માટે વંચિત તેમજ સર્વસમાજને એકજૂટ કરવું પડશે. પહેલાં કોંગ્રેસ અને હવે ભાજપની ગરીબ વિરોધી નીતિઓને લઈને કોંગ્રેસ તેમજ ભાજપની વિરૂદ્ધ લોકોમાં આક્રોશ છે. પાર્ટી તેમજ વંચિત સમાજના આત્મસન્માનને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલું અભિયાન કોંગ્રેસ અને ભાજપના સમર્થકોની મોટી ચેલેન્જ છે.
અદાણી સમૂહ તેમજ સંભલ હિંસાને લઈને સરકાર તેમજ વિપક્ષી પાર્ટીઓમાં થઈ રહેલી તકરારના કારણે સંસદના શિયાળા સત્રનું ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. દેશ તેમજ લોકોના હિતને ધ્યાને રાખી સંસદને યોગ્ય રીતે ચલાવવા માટે સત્તા પક્ષ તેમજ વિપક્ષ બંનેએ ગંભીર થવું પડશે.