લીંબાસી પોલીસ મથકે બે ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
માતર તાલુકાના લીંબાસી માલાવાડા ચોકડી પાસે આવેલું યોગીકૃપા રાઇસમીલના મહેતાજીએ કુલ રૂા.૮૦,૦૧,૦૦૦ અંગત કામમાં વાપરી નાંખી ઉચાપત કરી હોવાનું ઉજાગર થતા મીલ માલિકે લીંબાસી પોલીસ મથકે બે ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માતર તાલુકાના લીંબાસી માલાવાડા ચોકડી ખાતે જીગ્નેશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરની યોગીકૃપા રાઇસમીલ આવેલી છે. તથા લીંબાસી વસ્તાણા રોડ ઉપર દિવ્ય રાઇઝ મીલ આવેલી છે. આ બન્ને રાઇસમીલમાં ખેડૂતો પાસેથી સીઝન પ્રમાણે ડાંગર, ઘઉ વાઉચરમાં વેચાણ લઇ મીલીંગ કરી છુટક તથા જથ્થાબંધ વેપારીઓને વેચાણ કરે છે.
ડાંગર, ઘઉના વેચાણ તથા ખરીદીનું અને નાણાંકીય લેવડ દેવડનું કામ લીંબાસીના આશીષ અશોકભાઇ પટેલ કરે છે. નાણાકીય લેવડ દેવડ માટે એસબીઆઇ, બીઓબી, બીઓઆઇ, એચડીએફસી બેંક વિગેરે બેંકોમાં ખાતા આવેલા છે. જ્યારે કોઇને પેમેન્ટ કરવાનું હોય ત્યારે આશીષભાઇ ઓન લાઇન પેમેન્ટ કરવા બેન્કના પાસવર્ડ જીગ્નેશભાઇ પાસેથી મેળવતા હતા. જીગ્નેશભાઇએ આશીષભાઇને કેટલા પૈસા આપ્યા તે વેરીફાઇ કરતા ન હતા. તેઓની મીલમાં ચાનોરના ઇનાયતમીંયા નસીબમીંયા કુરેશી છેલ્લા ૧૭ વર્ષથી જે ખેડૂતો મીલમાં ડાંગર વેચવા આવે ત્યારે તે ડાંગરની પરખ કરે છે અને આશીષ ભાવ નક્કી કરી આપે છે.
મીલમાં મશીનરી પર કામ કરતા મજુરોની દેખરેખ જયસિંહ સીસોદીયા રાખે છે. જ્યારે હીસાબોના ઓડીટ લીંબાસીના સૌરભ જયેશભાઇ મહેતા કરે છે. દરમ્યાન, ઇનાયતભાઇ કુરેશીએ જીગ્નેશભાઇને જણાવેલ કે ૧-૩-૨ થી ૩૦-૯-૨૪ સુધીનું ઓડીટ કરતા ૧૩ હજાર મણ ડાંગરની ઘટ પડે છે. ૫-૫-૨૩ થી ૨૩-૫-૨૩ સુધીનું સ્ટોક પત્રક તથા બીલ ચેક કરતા યોગીકૃપા ગામની બીલબુક તથા નાવ્યા ટ્રેડર્સ બુક જે આશીષ રાખતો હતો. તેઓએ બીલનં ૧ થી ૨૨ ના બીલ મીલમાં આવકમાં લીધા છે. જેની રકમ ૫૬,૮૬,૦૦૦ થાય છે તે નાવ્યા ટ્રેડસના ઓનલાઇન તથા ચેક દ્વારા રૂા. ૩૫.૫૦ લાખ તથા ડાંગરના બીલના ૨૧.૪૯ લાખ ખોટી રીતે ચુકવેલ છે. તેવુ જણાવતા જીગ્નેશભાઇએ બીલપત્રક ચેક કરતા ૨૨ બીલો કાંટા પાવતી વગરના મળી આવ્યા હતા.
નાવ્યા ટ્રેડર્સના માલીક હાર્દિક પટેલે રહે. રૂણ, તા.સોજીત્રાએ જણાવેલ કે મે તથા જૂન ૨૦૨૩માં યોગીકૃપા રાઇસમીલમાં કોઇ જાતનો વેપાર કરેલ નથી જેની રકમ ૫૬.૮૬ લાખ જેટલી થાય છે જે રકમ હાર્દિક પટેલે જીગ્નેશભાઇને પરત આપી હતી. જ્યારે ૨૦૨૩ના અન્ય હિસાબી ચોડા ચેક કરાત ૨૩.૧૫ લાખ ઓછી જણાઇ આવેલ જે મળી કુલ રૂા. ૮૦,૦૧,૦૦૦ આશીષ મહેતાજીએ પોતાના અંગત કામમાં વાપરી નાંખેલાનું જણાય આવતા દરમ્યાન અન્ય બીલો ચેક કરતા આશીષના કાકાના દિકરા હિરેન મહેન્દ્રભાઇ પટેલ રહે. બીંલાબી મીલાવાડા ચોકડી નાઓ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હોય તેની સાથે મળી ૫-૫-૨૩ થી ૨૩-૫-૨૩ ના સમય દરમ્યાન નાવ્યા ટ્રેડર્સ સાથે ટ્રાન્સપોર્ટનું કામકાજ બતાવી બીલ નં. ૧ થી ૨૨માના સીડી બનાવી વજન કાંટાની પાવતીઓ જોઇન્ટ કરી તેનો સાચા તરીકે હિસાબ ચોપડામાં ઉપયોગ કરેલ. આ સંદર્ભે લીંબાસી પોલીસે ગુનો દાખલ કર્યો છે.