Last Updated on by Sampurna Samachar
ભારતની ચીન સામે જીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારત અને ચીન વચ્ચેની મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની મહિલા હોકી ટીમે ૧-૦થી ભવ્ય વિજય મેળવ્યો છે.
બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતીય ટીમ અત્યાર સુધીમાં એક પણ મેચ હારી ન હતી. જ્યારે ચીનની ટીમ એક મેચ હારી હતી. અગાઉ ભારતે સેમિ ફાઈનલમાં જાપાનને ૨-૦થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જાપાન સામેની રોમાંચક સેમિ ફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. આ ચેમ્પિયન્સ ટ્રોફી રાજગીર, બિહારમાં રમાઈ રહી છે.