Last Updated on by Sampurna Samachar
લાફ્ટર શેફનાં શૂટિંગ દરમિયાન સર્જાઈ મેડીકલ ઇમરજન્સી
સ્ટાર કોમેડિયન ભારતી સિંહે આપ્યો પુત્રને જન્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની સ્ટાર કોમેડિયન ભારતી સિંહના ઘરે બીજા બાળકનો જન્મ થયો છે. ૪૧ વર્ષીય ભારતી સિંહે દીકરાને જન્મ આપ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભારતી ટીવી શોનાં શુટિંગ સમયે વોટરબેગ બ્રેક થતાં મેડિકલ ઈમરજન્સી સર્જાય હતી અને ભારતી સિંહેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી અનુસાર ભારતી સિંહ લાફ્ટર શેફના એપિસોડનું શૂટિંગ કરી રહી હતી તે દરમિયાન મેડિકલ ઇમરજન્સી સર્જાઇ હતી ત્યાર પછી તુરંત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેણે દીકરાને જન્મ આપ્યો.
શો ના સેટ પર ઈમરજન્સી સર્જાઈ
ભારતી સિંઘ પ્રેગ્નન્સી દરમિયાન પણ સતત એક્ટિવ જોવા મળી હતી તાજેતરમાં તે લાફ્ટર શેફ શોનું શૂટિંગ કરી રહી હતી . ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયાને એક દીકરો છે અને હવે ફરીથી તેઓ દીકરાના માતા પિતા બન્યા છે. જોકે બીજી પ્રેગ્નન્સી વખતે હર્ષ લીમ્બાચીયા અને ભારતી સિંહ ઇન્ટરવ્યૂમાં પણ જણાવી રહ્યા હતા કે તેમને દીકરી થાય તેવી ઈચ્છા છે.
ઉલ્લેખનીય છે કે ભારતી અને હર્ષને પહેલાથી જ એક દીકરો છે જેનું નામ લક્ષ્ય છે અને તેને લોકો ગોલા તરીકે ઓળખે છે. તેમણે પોતાના બીજા સંતાન માટે લાડકુ નામ કાજુ જાહેર કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયાએ તેમની બીજી પ્રેગ્નન્સીની ઘોષણા ફેમિલી ટ્રીપ દરમ્યાન સ્વિટ્ઝરલેન્ડમાં કરી હતી.
થોડા સમય પહેલા જ તેમણે મેટરનીટી ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને બેબી શાવરનું આયોજન પણ થયું હતું જેના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.. ભારતી સિંહ પ્રેગ્નન્સી દરમિયાન પણ ટીવી શો, પોડ કાસ્ટ અને બ્લોગમાં સતત એક્ટિવ જોવા મળી હતી.