Last Updated on by Sampurna Samachar
યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળે ફાંસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરના બોટાદમાં એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીની હત્યા બાદ પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળતી માહિતી અનુસાર યુવતીએ પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પોતાના ઘરે આપઘાત કર્યો. ગત ૨૨ નવેમ્બરે ઢાકણીયા રોડ પર પ્રેમીકાના મંગેતરે યુવતીના પ્રેમીની હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ આરોપી રોહિત ભોજૈયાની મૃતક યુવતી સાથે સગાઇ થઇ હતી.
જે બાદ યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ સંબધ હોઈ સગપણ કરાયેલ યુવકે પ્રેમી યુવકની ૨૨ નવેમ્બરે હત્યા કરી હતી. જે બાદ થોડા દિવસ પછી યુવતીએ પણ અપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.આપઘાત બાદ મૃતક યુવતીને સોનાવાલા હોસ્પિટલ પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇ બોટાદ પોલીસે એ ડી દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.