સાબરમતી પોલીસ મથકે નોધાઇ ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૩ જુલાઈના રોજ બનેલા બનાવ બાદ આરોપી અને ફરિયાદી એકબીજાથી અલગ રહેવા જતા રહ્યા હતા. જોકે આરોપીએ સગીરાનો પીછો નહીં છોડી તેના સ્કૂલમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ સગીરા સાથે કરેલા દુષ્કર્મ અંગે જાણકારી આપી હતી. જેથી સગીરાની સ્કૂલમાં બદનામી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.
મળતી વિગતો અનુસાર અમદાવાદમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક યુવકે તેના જ પાડોશમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. યુવકે સગીરા સાથે ઘણા સમય પહેલા દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં યુવકે દુષ્કર્મની ઘટના અંગે સગીરાના મિત્રોને જણાવી બદનામી કરી .જે પછી સગીરા અને તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મામલો પોલીસ મથકે પહોચતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
સાબરમતી પોલીસે દેવ ભાવસાર નામના આરોપીને ઝડપી લીધો છે. જેણે અગાઉ તેના પાડોશમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી હતી. ૧૩ જુલાઈના રોજ સગીરાને તેના ઘરે રસોઈના બહાને બોલાવી આરોપી દેવે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. સાથે જ ધમકી આપી હતી કે જો સગીરા આ અંગે કોઈને જાણ કરશે તો સગીરા અને તેની બહેનની હત્યા કરી નાખશે.જે તે સમયે સગીરાએ કોઈને જાણ ન કરી અને ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ હવે પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.