Last Updated on by Sampurna Samachar
અક્ષય કુમાર અયોધ્યામાં વાનરોને ખવડાવવા માટે દર વર્ષે ૧ કરોડનું દાન આપશે
પિતા અને સસરાના નામે કરશે દાન-ધર્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રભુ રામની નગરી અયોધ્યામાં વાનરોની બોલબાલા હંમેશા રહે છે. ધર્મનગરી અયોધ્યામાં ભગવાન સાથે સાથે વાનરોની પણ સેવા થાય છે. ધાર્મિક માન્યતા છે કે, અયોધ્યામાં વાનરોને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. અયોધ્યા આવતા શ્રદ્ધાળુ હોય કે પછી સાધુ સંત હોય, વાનરોને કંઈકને કંઈક ખવડાવતા જોવા મળી જશે. આ જ ક્રમમાં હવે બોલીવુડ એક્ટર અક્ષય કુમારે પણ અયોધ્યાના વાનરોને લઈને એક સંકલ્પ લીધો છે. ફિલ્મોમાં તો સારી એક્ટિંગને લઈને અક્ષય કુમાર પ્રશિદ્ધ છે જ પણ હવે તેમની દરિયાદિલી પણ જોવા મળી છે.
અક્ષય કુમાર હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવે છે.તે આપડે સૌ જોતા આવ્યા છીએ ત્યારે હવે ફરી એક વાર એવું કામ કર્યું છે, જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. હકીકતમાં જોઈએ તો, અક્ષય કુમારે એક સંકલ્પ લીધો છે, તે ફક્ત માણસોની જ નહીં પણ વાનરોની પણ સેવા કરશે. એટલા માટે અયોધ્યાના વાનરોની સેવા કરવા માટે ૧ કરોડ રૂપિયા દર વર્ષે દાનમાં આપવાનો ર્નિણય અક્ષય કુમારે લીધો છે.
આપને જણાવી દઈએ કે, અક્ષય કુમારે ધર્મનગરી અયોધ્યામાં દર વર્ષે ૧ કરોડ રૂપિયા દાન કરવાનો સંકલ્પ લીધો છે. અક્ષય કુમારનો ઉદ્દેશ્ય છે કે દાનમાં તે પોતાના પેરેન્ટ્સ અરુણ ભાટિયા તથા હરિ ઓમ સાથે સાથે સસરા રાજેશ ખન્નાના નામ પર અયોધ્યામાં દાન આપી રહ્યા છે. અભિનેતાનું કહેવું છે કે આ દાનના પૈસાથી અયોધ્યાના વાનરો ઉપરાંત જાનવરોને આ પૈસાથી કંઈકને કંઈક ખવડાવવામાં આવે. અયોધ્યામાં જેની શરૂઆત રામલલા સદનથી શરૂ થઈ ચૂકી છે.