Last Updated on by Sampurna Samachar
રસ્તા પર ઉભેલી ટ્રક સાથે પૂરપાટે આવતી કાર અથડાતા થયો અકસ્માત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ભરૂચના જંબુસરના મગણાદ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં ૫ થી વધુ લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી મળી છે. કારમાં સવાર ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ ભરૂચના જંબુસરના મગણાદ પાસે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા તો ૫ થી વધુ લોકો મોતને ભેટ્યા છે . ત્યારે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો તમામ લોકો શુકલતીર્થના મેળામાં દર્શન કરવા અને પ્રવાસ માટે જઈ રહ્યાં હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી.જેમાં રસ્તા પર ઉભેલી ટ્રક સાથે પૂરપાટે આવતી કાર અથડાતા થયો હતો.