Last Updated on by Sampurna Samachar
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચમાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન
ગયા વષના સમાન મહિનાની સરખામણીએ ૮.૮% વધુ : ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દેશનું ય્જી્ કલેક્શનરેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ GST કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અનેવપરાશ બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિકગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.

તેમજ જો ગ્રોસ GST કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે ૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૮.૮% વધુ છે. સતત વધી રહેલી GST વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે. એકંદરે, આઆંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.
દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી
રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જેવાર્ષિક ધોરણે ૧૩.૮% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે ૧.૭૮ લાખ કરોડરૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જોડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે.
રેવેન્યૂના અલગ–અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ ૧.૪૬ લાખકરોડ રૂપિયા રહી, જેમાં ૫.૯% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ ૦.૫૪ લાખ કરોડરૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં ૧૭.૮% નો મોટો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.
સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ની વાત કરીએ તો ગ્રોસ ય્જી્ કલેક્શન ૮.૩% વધીને ૨૨.૨૭ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. તેમજ નેટ રેવેન્યૂ ૭.૧% ના વધારા સાથે ૧૯.૩૪ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈછે. રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો ઘણા રાજ્યોમાં કલેક્શનમાં સારી વૃદ્ધિ જાેવા મળી છે. જેમાંહિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઘટાડો પણનોંધાયો છે, જેમ કે જમ્મુ–કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એકંદરે, આ આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિરઅને મજબૂત દિશામાં આગળ વધી રહી છે.
કયા મહિનામાં કેટલું કલેક્શન?
એપ્રિલ ૨૦૨૫: ૨.૩૭ લાખ કરોડ
મે ૨૦૨૫: ૨.૦૧ લાખ કરોડ
જૂન ૨૦૨૫: ૧.૮૫ લાખ કરોડ
જુલાઈ ૨૦૨૫: ૧.૯૫ લાખ કરોડ
ઓગસ્ટ ૨૦૨૫: ૧.૮૬ લાખ કરોડ
સપ્ટેમ્બર ૨૦૨૫: ૧.૮૯ લાખ કરોડ
ઓક્ટોબર ૨૦૨૫: ૧.૯૬ લાખ કરોડ
નવેમ્બર ૨૦૨૫: ૧.૭૦ લાખ કરોડ
ડિસેમ્બર ૨૦૨૫: ૧.૭૫ લાખ કરોડ
જાન્યુઆરી ૨૦૨૬: ૧.૯૩ લાખ કરોડ
ફેબ્રુઆરી ૨૦૨૬: ૧.૮૪ લાખ કરોડ
માર્ચ ૨૦૨૬: ૨ લાખ કરોડથી વધુ
ગુજરાતે માર્ચ ૨૦૨૬માં ટેક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, સેટલમેન્ટ પછીના ધોરણે, રાજ્યનું સ્ટેટજીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૧૦% વધીને ૬,૮૩૫ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે માર્ચ ૨૦૨૫માં૬,૧૯૩ કરોડ રૂપિયા હતું. જો સેટલમેન્ટ પૂર્વેના આંકડા જાેઈએ તો, ગુજરાતે માર્ચ ૨૦૨૬માં ૪,૪૫૦ કરોડનું એકત્ર કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળાના ૪,૨૪૬ કરોડની સરખામણીએ ૫%નો વધારો દર્શાવે છે.