Last Updated on by Sampurna Samachar
રિક્ષા બળીને ખાખ થઈ ગઈ
રિક્ષા ચાલક પ્રદીપ ચૌધરીએ સાળીને હેરાન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે આજીવિકાના સાધન સમાન રિક્ષાને આગ ચાંપી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક શખસે રિક્ષા સળગાવી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીએ સાળીને હેરાન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે આજીવિકાના સાધન સમાન રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર,, ભોગ બનનાર રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીની સાળીને મિલન કહાર નામનો શખસઅવારનવાર હેરાન કરતો હતો. આ બાબતની જાણ પ્રદીપભાઈને થતા તેમણે મિલન કહારને અટકાવ્યો હતોઅને સાળીનો પીછો ન કરવા તથા હેરાન ન કરવા માટે સમજાવ્યો હતો.
જોતજોતામાં આખી રિક્ષા બળીને ખાખ થઈ
પોતાને ટોકવામાં આવતા મિલન કહાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બદલો લેવાની ફિરાકમાં રાત્રિના સમયેપ્રદીપ ચૌધરીની રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.
રિક્ષા સળગાવવાની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેઆરોપી મિલન કહાર રિક્ષા પાસે પહોંચે છે અને જ્વલનશીલ પદાર્થ છાંટી રિક્ષાને સળગાવીને ત્યાંથી ભાગીજાય છે. આ ફૂટેજ હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો સાબિત થશે.
પોતાની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતા રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીએ ગાયકવાડ હવેલી પોલીસસ્ટેશનમાં મિલન કહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયતકરવાના ચક્રો ગતિમાન કર્યા છે.