પ્રાંતિજ તાલુકાથી ફરિયાદ આવતા CID ની ટીમ પ્રાંતિજ તપાસ માટે પહોચી
BZ કૌભાંડ મામલે CID ની ચાર ટીમ બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠાના BZ ગ્રુપના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ પ્રાંતિજ તાલુકાના સુરેશભાઈ વણકરે નોંધાવી છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ દાખલ છે. જે બાબતે CID ની ટીમ પ્રાંતિજમાં તપાસ માટે પહોંચી હતી. આમ BZ ગ્રુપ સામે પહેલા રોકાણકારે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે BZ કૌભાંડ મામલે CID ની ચાર ટીમ બનાવવામાં આવી છે. જે પ્રતિદિન આ કૌભાંડનું અપડેટ રજૂ કરે છે.
BZ ના કૌભાંડના સંદર્ભમાં પ્રાંતિજમાં અત્યાર સુધીમાં એક જ વ્યક્તિનું નિવેદન લેવામાં આવ્યું છે. અરજદારે પત્નીના રૂપિયા સાડા ચાર લાખનુ રોકાણ કર્યુ હતું. ગુજરાતમાં પ્રથમ ફરિયાદ નોંધાતા અન્ય અરજદારો પણ હવે BZ ગ્રુપ સામે અને ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી સંભાવના છે.
અરવલ્લીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જમીન મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ બે હેક્ટર જમીન ખરીદી હતી. ૨૦૨૩ના વર્ષમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આ જમીનનો દસ્તાવેજ થયોછે. આ દસ વીઘા જમીન કરોડો રૂપિયામાં રાખવામાં આવી હતી.
તલાટીના જણાવ્યા મુજબ ખાતા નંબર ૩૭૮માં સર્વે નંબર ૧,૮૨,૧૮૩માં જમીન રાખવામાં આવી છે. રોકાણકારોના રૂપિયાનું સતત છેલ્લા એક વર્ષથી આ રીતે રોકાણ કરવામાં આવ્યા છે. બીઝેડ ગ્રુપના છ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આ રીતે જુદી-જુદી મિલકતોમાં કરવામાં આવ્યું છે. બીજી બાજુએ કૌભાંડનો પર્દાફાશ થતાં CEO ભૂગર્ભમાં ઉતરી ગયા છે.