અદ્ભુત મટીરીયલ બનાવ્યું કે સૈનિકો કે ફાઈટર જેટ થઇ જશે અદ્રશ્ય !!
સૈનિકો ‘મિસ્ટર ઈન્ડિયા’ બની જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ-IIT કાનપુરે એક અદભૂત મટીરિયલ તૈયાર કર્યું છે. આ મટીરિયલના ઉપયોગથી ન તો સૈનિક દેખાશે કે ન તો વાયુસેનાનું ફાઈટર જેટ. દુશ્મનની રડાર પણ તેને પકડી નહીં શકશે. જો ભારતીય સેના આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરશે તો દુશ્મન શોધતા રહેશે અને આપણા સૈનિકો ‘મિસ્ટર ઈન્ડિયા’ બની જશે.
આ એક મેટામટીરિયલ સરફેસ ક્લોકિંગ સિસ્ટમ છે. જે આપણા સૈનિકો, વિમાનો અને ડ્રોનને દુશ્મનોથી બચાવી શકે છે. આ કાપડનો ફાયદો એ છે કે તે ન તો દુશ્મનના રડારની પકડમાં આવે છે અને ન તો સેટેલાઈટની પકડમાં આવે છે. તેને ઈન્ફ્રારેડ કેમેરા, વૂંડ સેન્સર્સ અને થર્મલ ઈમેજરથી પણ નથી જોઈ શકાતું. એટલે કે આ મટીરિયલની પાછળ શું છે તે કોઈને ખબર જ નહીં પડશે.
આ મટીરિયલથી લશ્કરી વાહનોના કવર, સૈનિકોના યુનિફોર્મ અથવા એરક્રાફ્ટ કવર બનાવી શકાય છે. આ કાપડ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ સાથે જ તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી સરફેસ ક્લોકિંગ સિસ્ટમ કરતાં ૬-૭ ગણી સસ્તી પણ છે. કાનપુરના ડાયરેક્ટર પ્રો. મનિન્દ્ર અગ્રવાલે આ મેટામટિરીયલનું ઉદ્ઘાટન કર્યું છે.
કાનપુર ખાતે યોજાયેલા ડિફેન્સ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં પણ આ કાપડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો આ કાપડને આર્મીની ગાડીઓની ચારેય બાજુ લગાવી દેવામાં આવે અને જો સૈનિકોને આ યુનિફોર્મ આપવામાં આવે તો તે દુશ્મનના કોઈપણ પ્રકારના કેમેરામાં ટ્રેક નહીં થશે. ન તો કોઈ ઈમેજિંગ સિસ્ટમમાં કે ન તો કોઈ સેન્સરમાં. આનાથી દુશ્મનની અનેત તકનીકને નિષ્ફળ બનાવી શકાય છે.
IIT ના ત્રણ વિજ્ઞાનીઓ પ્રો. કુમાર વૈભવ શ્રીવાસ્તવ, પ્રો. એસ. અનંત રામકૃષ્ણન અને પ્રો. જે. રામકુમારે મળીને આ મેટામટીરિયલ તૈયાર કર્યું છે. તેની પેટન્ટ માટેની અરજી ૨૦૧૮માં આપવામાં આવી હતી. જે તેમને હવે મળી ચૂકી છે. આ ટેક્નોલોજીનું પરીક્ષણ ભારતીય સેના સાથે છ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
પ્રો. કુમાર વૈભવે ૨૦૧૦થી તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ બંને પ્રોફેસરો તેમની સાથે જાેડાઈ ગયા હતા. ત્યારબાદ આ પ્રોડક્ટ તૈયાર થયું. ૨૦૧૯માં ભારતીય સેના એવી ટેક્નોલોજીની તલાશ કરી રહી હતી જેના દ્વારા દુશ્મનના રડારને ચકમો આપી શકાય. પછી આને તૈયાર કરવામાં આવ્યું. આ મટીરિયલ દુશ્મનના રડાર, સેટેલાઇટ, ઇન્ફ્રારેડ કેમેરા, ગ્રાઉન્ડ સેન્સર અને થર્મલ ઈમેજરને ધોખો આપી શકે છે.
મેટાતત્વ કંપનીના એમડી અને પૂર્વ એર વાઈસ માર્શલ પ્રવીણ ભટ્ટે કહ્યું કે, જો અમને અપ્રૂવલ મળે તો અમે એક વર્ષમાં આ મટીરિયલ ભારતીય સેનાને આપી શકીએ છીએ. તે કોઈપણ પ્રકારની ઈમેજિંગ પ્રોસેસને રોકવામાં સક્ષમ છે.