રાજવી વંશજો માટે એકલિંગીજીના દર્શન સુલભ બન્યા
રાજવી લક્ષ્યરાજ સિંહે મહેલનો દરવાજો ખોલ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજવી પરિવારના વારસ લક્ષ્યરાજ સિંહે પોતે જાતે મહેલનો દરવાજો ખોલીને મિલકત વિવાદ ઉપર ગરમ થયેલા વાતાવરણને ઠંડું પાડ્યું હતું. અહેવાલ અનુસાર વાસ્તવમાં રાજવી લક્ષ્યરાજ સિંહે ઉદારતા દાખવી મહેલનો દરવાજો જાતે ખોલી નાખતા તેમના પિતરાઈ વિશ્વરાજ સિંહ સહિત અન્ય રાજવી વંશજો માટે એકલિંગીજીના દર્શન સુલભ બન્યા છે.
નોંધપાત્ર છે કે ઉદયપુરના પૂર્વ મેવાડ રાજવી પરિવારમાં મિલકત બાબતે થોડા દિવસ પહેલાં વિવાદ હતો. વિવાદને કારણે મામલો એટલો બગડી ગયો કે સિટી પેલેસની બહાર પથ્થરમારો થયો હતો. જોકે હવે આ વિવાદ ઉકેલાઈ ગયો છે. વિશ્વરાજ સિંહ મેવાડ સિટી પેલેસની અંદર ગયા હતા. તેમણે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં પવિત્ર ગણાતી ધૂનીને દર્શન કર્યા હતા. હોય તો તેઓ કાનૂની સહારો લઈ શકે છે. પરંતુ બીજી બાજુ આ સ્થિતિનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો તેમના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને અમારા ઘરમાં ઘુસવા માંગે છે.
અરવિંદ સિંહના પુત્ર લક્ષ્યરાજ સિંહ મેવાડે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ધાર્મિક વિધિના નામે લોકોના જીવ જોખમમાં મૂકવું યોગ્ય નથી, તેમણે જણાવ્યું હતું કે સરકારમાં બેઠેલા કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે વહીવટીતંત્ર પર દબાણ લાવી રહ્યા છે અને બળજબરીથી તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. લક્ષ્યરાજ સિંહે કહ્યું કે આવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે, તેથી અમે ઘણા દિવસો પહેલા વહીવટીતંત્રને જાણ કરી હતી અને અખબારો દ્વારા માહિતી જાહેર કરી હતી. ઉદયપુરના પૂર્વ રાજવી પરિવારના સભ્ય લક્ષ્યરાજ સિંહ મેવાડે કહ્યું કે જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ હતું, અમને આશા છે કે વહીવટીતંત્ર અને સરકાર સત્યની સાથે રહેશે અને ન્યાય કરશે. અમે હંમેશા કોર્ટનો સંપર્ક કરી શકીએ છીએ. કાયદો પોતાના હાથમાં લેવો અને પોતાને કાયદાથી ઉપર માનવો એ યોગ્ય નથી. અમે ૪૦ વર્ષ પહેલા આવી જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો, અમે કાયદા મુજબ તેમના ગેરકાયદેસર અભિગમનો જવાબ આપીશું. તેમના દાવા ખોટા છે અને સિટી પેલેસની અંદરનું મંદિર બધા માટે ખુલ્લું છે.
વિવાદના તત્કાળ સમાધાન બાદ વિશ્વરાજ સિંહ મેવાડ સિટી પેલેસની અંદર જવા લાગ્યા ત્યારે ઉદયપુરમાં રેલી કરી રહેલા રાજપૂતો તેમને ખભા પર બેસાડીને લઈ ગયા હતા. આ દરમિયાન લક્ષ્યરાજસિંહને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના તરફથી એવી ખાતરી પણ લેવામાં આવી હતી કે તેઓ કે તેમના સમર્થકો કોઈ મુશ્કેલી ઊભી કરશે નહીં. લક્ષ્યરાજ સિંહની પ્રેસ કોન્ફરન્સ પહેલા, બીજેપી ધારાસભ્ય અને તેમના પિતરાઈ ભાઈ વિશ્વરાજ સિંહે તેમના નિવાસસ્થાને પત્રકારોને કહ્યું કે ધૂની જવું તેમનો અધિકાર છે, પરંતુ તેમને આમ કરતા અટકાવવામાં આવ્યા હતા. આ પહેલા લક્ષ્યરાજે પોતાના પિતરાઈ ભાઈ વિશ્વરાજ સિંહ મેવાડ પર વિવાદને લઈને નિશાન સાધ્યું હતું.
એમ પણ કહ્યું કે બીજી બાજુ આ પરિસ્થિતિનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે જો અન્ય પક્ષને કોઈ સમસ્યા