પ્રમુખ તરીકે પટેલ, ક્ષત્રિય, વસાવા સમાજ વધુ દાવેદારી ધરાવે છે : મનસુખ વસાવા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું છે. ઝઘડિયાના નવનિયુક્ત પ્રમુખ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મનસુખ વસાવાએ પ્રમુખ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે મેં મારી રજુઆત પ્રદેશ સુધી પહોંચાડી દીધી છે. વસાવાએ કહ્યું કે પ્રમુખ તરીકે પટેલ, ક્ષત્રિય, વસાવા સમાજ વધુ દાવેદારી ધરાવે છે. જ્યારે નવા નિયુક્ત કરાયેલા સંદીપ પટેલ પોતે પટેલ નથી પરંતુ અન્ય જ્ઞાતિમાંથી આવે છે. ઝગડીયામાં પ્રમુખની નિમણૂકને લઈને ભાજપમાં જ મતમતારં છે.
રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ થવા લાગી છે. ત્યારે ભાજપમાં ચાલતો આતંરકલહ ધીરે-ધીરે સપાટી પર આવવા લાગ્યો છે. વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરોમાં પ્રમુખની નિમણૂક થવા લાગી છે. કયાંક પ્રમુખપદ ના મળવાને લઈને નારાજગી છતી થઈ છે તો કયાં નવનિયુક્ત પ્રમુખ બીજા દિવસે જ રાજીનામું ધરી દે છે. ઝગડીયામાં સંદીપ પટેલની નવા પ્રમુખ તરીકે નિમણૂક કરાતા સાંસદ મનસુખ વસાવા નારાજ થયા. મનસુખ વસાવાએ જિલ્લાના ૧૨ મંડળોના પ્રમુખની નિયુક્તિને આવકારી છે પરંતુ ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો સખત વિરોધ નોંધાવ્યો. સાંસદે પોતાના સોશિયલ મીડિયા પર પ્રમુખપદની નિયુક્તિને લઈને સખત વિરોધ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સામાન્ય રીતે ઝગડીયા વિસ્તાર આદિવાસીનો વિસ્તાર માનવામાં આવે છે. સંદીપ પટેલ પોતે પટેલ નથી પરંતુ અન્ય જ્ઞાતિમાંથી આવે છે. સંદીપભાઈ હંમેશા ગામ પૂરતા જ સીમિત રહ્યા છે તેમણે જીલ્લા અને તાલુક સ્તરે સંગઠનનું કામ કર્યું નથી.
ઉપરાંત તેમણે સંદીપ પટેલ પર એવો આક્ષેપ કર્યો કે તેમણે લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે. સંદીપભાઈનું પક્ષમાં કોઈ યોગદાન નથી. આથી જ્યારે આવા કાર્યકરની પ્રમુખ પદે નિમણૂક થાય ત્યારે તાલુકા અને જીલ્લા સંગઠનમાં વર્ષોથી સખત મહેનત કરતા લોકોની અવગણના થઈ હોવાનું અનુભવ થાય છે. વધુમાં મનસુખ વસાવાએ કહ્યું કે સેવસેતુ કે અન્ય કોઈ પણ સાંસદના કાર્યક્રમમાં સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી. તેઓ માત્ર ધંધાકીય વ્યક્તિઓ સાથે જાેડાયેલા છે અને આ ધંધાકીય હિત ધરાવનારાઓ પ્રદેશને ગેરમાર્ગે દોરતા પક્ષે સંદીપ પટેલને પ્રમુખ બનાવ્યા.
વસાવાનું કહેવું છે કે ઝગડીયા તાલુકામાં રહેતી મોટાભાગની પ્રજા આદિવાસી છે. તેમજ આ ઉપરાંત ત્યાં પટેલ અને રાજપૂત એમ ત્રણ સમાજનું પ્રભુત્વ છે. આ ત્રણે સમાજના સભ્યો વર્ષોથી ભાજપને સમર્થન કરી રહ્યા છે.એટલે જ હું કહું છે કે પ્રમુખ પદ તરીકે
આ ત્રણ સમાજમાંથી એક સમાજના વ્યક્તિ વધુ દાવેદાર છે. નવા પ્રમુખ સંદીપ પટેલ પર એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. તો તેઓ આદિવાસીઓની સાથે કેવી રીતે ન્યાય કરશે. જોકે અંતે તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ પ્રમુખપદની નિયુક્તિને લઈને નારાજ જરૂર છે પરંતુ હંમેશા પક્ષ સાથે જ રહેશે. પ્રદેશ ભાજપ ભલે ઝઘડિયાના પ્રમુખને બદલે કે ના બદલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જ ભગવો લેહરાશે.