Last Updated on by Sampurna Samachar
હત્યાની અદાવતમાં ફાયરિંગ કરાયાની ચર્ચા
પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી. જ્યાં ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગોડદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ગોડાદરામાં હત્યાની અદાવત રાખીને યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને ભોગ બનનારના શરીરમાંથી ગોળી બહાર કાઢવામાં આવી છે.
આરોપીની ગુનાહિત હિસ્ટ્રી અંગે તપાસ શરૂ
વાત કરીએ તો હત્યાના ઈરાદે આ ફાયરિંગ કર્યુ હોવાની પોલીસને શંકા છે અને પોલીસે ફાયરિંગ કરનારની પણ અટકાયત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ છે અને ફાયરિંગ કરનાર શખ્સ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાની વાત સામે આવી છે.