Last Updated on by Sampurna Samachar
અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન
યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના પાદરા વિસ્તામાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાણાભાઇ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પાદરા પોલીસે હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાતે હત્યા કરવામાં આવી અને અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે સમગ્ર કેસમાં હત્યાનો ગુનો નોંધ્યો છે.

પાદરામાં જંબુસર હાઇવે રોડ પર મહલિ તલાવડી પાસે યુવકની હત્યા કરવામાં આવી છે. યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી છે. પરિવાર અંદર સૂતો હતો અને યુવક બહાર સૂતો હતો તે દરમિયાન હત્યાની ઘટના બની છે.
ઊંઘનો લાભ ઉઠાવીને કરવામાં આવી હત્યા
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે રોડ પરના CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. હત્યા બાદ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. ત્યારે હત્યા મામલે પોલીસે આસપાસના લોકોના નિવેદન લીધા છે.
આ સમગ્ર કેસમાં કોઈ જાણભેદુએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે, કારણ કે યુવક બહાર સૂતો હતો તે દરમિયાન ઊંઘનો લાભ ઉઠાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતક યુવક નો ફોન પણ તપાસ માટે લીધો છે.