Last Updated on by Sampurna Samachar
બે વિદ્યાર્થીઓના મોત તો ત્રણ લાપતા
વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના નિવાસી હોવાનું બહાર આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના સિહોરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સિહોરમાં પિકનિક મનાવવા ગયેલા યુનિવર્સિટીના ૫ વિદ્યાર્થીઓ ઝરણામાં નહાતી વખતે ડૂબી ગયા હતા. જેમાંથી ૨ વિદ્યાર્થીઓના મોત થઈ ગયા અને ત્રણ વિદ્યાર્થીઓ લાપતા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાપતા વિદ્યાર્થીઓની તલાશ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં બની છે. ઝરણામાં નહાતી વખતે VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. જેમાંથી બેના મોત થઈ ગયા છે અને ત્રણ લાપતા છે. એવી માહિતી સામે આવી છે કે સેલ્ફી લેતી વખતે એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેને બચાવવાના પ્રયાસમાં આ તમામ વિદ્યાર્થીઓ દુર્ઘટનાનો શિકાર બન્યા.
વિદ્યાર્થીઓના પરિવારજનોને સૂચના કરાઇ
બે વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ત્રણ હજુ પણ લાપતા છે. આ તમામ વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના નિવાસી છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, અંધારુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. સવારથી રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
આ દુ:ખદ દુર્ઘટના પર VIT યુનિવર્સિટીના PRO અમિતે કહ્યું કે, આ દુ:ખદ દુર્ઘટના છે. બંને વિદ્યાર્થીઓના મોતની જાણકારી મળી છે. બીજી તરફ ત્રણ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. વિદ્યાર્થીઓના પરિવારજનોને સૂચના આપી દેવામાં આવી છે.