Last Updated on by Sampurna Samachar
હત્યાના પ્રયાસની ઘટનામાં ૨ આરોપીઓની ધરપકડ
ફરિયાદી સિવાય અન્ય બે લોકોને પણ છરી વાગી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના જુહાપુરામાં ગત ૩૧મી ઓગસ્ટ ના જુહાપુરાના સોનલ ચાર રસ્તા પર જાહેરમાં યુવાનો વચ્ચે મારામારીની ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક અન્ય યુવકને છરી મારતો હોય અને સામેનો યુવાન પથ્થર મારતો તેવો વિડિઓ વાયરલ થયો હતો. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ કરનાર અમાન શેખ વાહન લઈને જતો હતો. ત્યારે સામાન્ય બાબતે ઝઘડો થતા જીગ્નેશ ઠાકોર, રાહુલ ખટીક અને ગોપાલ ખટીક સહિતનાં એક શખ્સે જાહેરમાં હુમલો કર્યો હતો. જે મામલે ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદી સિવાય અન્ય બે લોકોને પણ છરી વાગી હતી. જોકે આ કેસમાં ફરિયાદી અમાન શેખ વિરુદ્ધ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાથી વાડજ પોલીસે તેની ધરપકડ કરી હતી.
ત્રણેય આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું
હાલ તો વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હુમલા પાછળનું ખરું કારણ જાણવા પુછપરછ હાથ ધરી છે. જાહેરમાં આમ કાયદો હાથમાં લીધા બાદ વેજલપુર પોલીસે આ ત્રણેય આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટેથી ઘટના સ્થળ પર જયને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું.