Last Updated on by Sampurna Samachar
પોલીસે બે દિવસના રિમાન્ડ પર લીધો
ગાડી પર લાલબત્તી અને બ્લેક ફિલમ જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાના સોનીપત જિલ્લામાં ચોરીની ગાડી લઇને રૌફ જમાવતા શખ્સની ધરપકડ કરી દેવામાં આવી છે. માહિતી મુજબ નાંગલ ખુર્દ નજીક TDI એસ્પાનિયામાં ચોરીની સ્કોર્પિયો પર લાલ બત્તી અને નકલી નંબર પ્લેટ લગાવીને યુવકોને છેતરનાર આરોપીને મુરથલ પોલીસે પકડી પાડ્યો છે. ત્યારે આરોપી દેવનગરનો અને તેનું નામ મનીષ છે. મનીષ યુવકોને નોકરી અપાવવા, ચેરમેન બનાવવા અને લોન અપાવવાના નામ પર છેતરતો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે બે દિવસના રિમાન્ડ પર લીધો છે.
હકીકતમાં જોઈએ તો, મનીષ એક એવો બદમાશ હતો. જેને જોઈને કોઈ ન કહી શકે કે આ આવી રીતે લોકોને બાટલીમાં ઉતારતો હશે. કાળી સ્કોર્પિયો, લાલ બત્તી અને ગાડી પર “ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા” લખીને ધૂમ મચાવી રહ્યો હતો, અને આ જ તેની ધરપકડનું કારણ બન્યું.
મોટા પદ પર નોકરી અપાવવાનુ કહી બાટલીમાં ઉતારતો
મળતી જાણકારી અનુસાર, ગામ નાંગલા ખુર્દ નજીક આવેલી TDI એસ્પાનિયામાં એક યુવક સ્કોર્પિયો ગાડી પર લાલ બત્તી લગાવીને ઊભો હતો. તે યુવકોને બાટલીમાં ઉતારીને નોકરી અપાવવા, અલગ અલગ નિગમમાં ચેરમેન બનાવવા અને બેન્કોમાંથી લોન માફ કરાવવાના નામ પર છેતરી રૂપિયા પડાવી રહ્યો હતો.
પોલીસની ટીમે તરત દરોડા પાડ્યા અને ઘટનાસ્થળેથી મનીષની ધરપકડ કરી લીધી, તેની ગાડી પર લાલ બત્તી લાગેલી હતી અને કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી. પોલીસે આરોપીની ગાડીના કાગળ માંગ્યા તો કોઈ કાગળ મળ્યા નહીં. પોલીસે આરોપી અને ગાડીને લઈને પોલીસ સ્ટેશને પહોંચી.
તપાસમાં ગાડીની અંદર ૧૫ ઓળખ પત્ર, એક સર્વિસ બુક, અમુક રિઝ્યૂમ અને અન્ય કાગળ મળ્યા હતા. જ્યારે પોલીસે મનીષ સાથે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, તે “રેસ રિલેશંસ બોર્ડ ઓફ પાવર”માં સચિવના પદ પર છે. તે યુવાનોને લાંચ લઈને નોકરીએ લગાવે છે. ધાંધલી અને સેટિંગથી કોઈ પણ નિગમના ચેરમેન બનાવી દે છે અને સેટિંગ કરી લોકોની લોન પણ માફ કરાવી દેવાના વાયદા કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે.