Last Updated on by Sampurna Samachar
જામનગર નજીક જાેગવડ ગામની સીમ વિસ્તારની ઘટના
જામનગરના બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી વિસ્તારમાં ર્નિજન સ્થળેથી એક અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર નજીક જાેગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના ૨૧ વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને સિમેન્ટના પિઢીમાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે રઘુવીરસિંહ ગુલાબસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં મેઘપર- પડાણાના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય શ્રમિક યુવાનના મૃતદેહનો કબજાે સંભાળી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જ્યારે તેના વાલી વારસદારને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. તેણે કયા સંજાેગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું.
યુવકની આત્મહત્યાનું કારણ શું?
એ જાણવા માટે પોલીસ ઊંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન, અન્ય એક ઘટનામાં જામનગરમાં બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી નજીક સીમ વિસ્તારમાં અવાવરૂ સ્થળેથી આશરે ૫૦ થી ૬૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી આ મૃતદેહ પડ્યો હોવાના કારણે કોહવાઈ ગયો હતો.
જે બનાવ અંગે રવિભાઈ કિશોરભાઈ પરમાર નામના વ્યક્તિએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોટમ કરાવાયું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. કોઈ બીમારીના કારણે તેનું મૃત્યુ નિપજયું હોવાનો તારણ નીકળ્યું છે.