Last Updated on by Sampurna Samachar
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારની ઘટના
હોસ્પિટલમાં લઇ ગયા બાદ તબીબે મૃત જાહેર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક ૩૨ વર્ષના એક યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ પોતાના ઘેર હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હોવાના સમાચાર છે. જ્યાં સવારે કંઇ ન બોલતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા.જ્યાં મૃત જાહેર કરવામા આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ધર્મેન્દ્ર ગોપાલભાઈ જાદવ નામના ૩૨ વર્ષના યુવાનને નિંદ્રાધીન અવસ્થામાં જ હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. પોતે સૂઈ ગયા બાદ કાંઈ બોલતો ન હોવાથી તેને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનો જાહેર કર્યું હતું.
પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગે જી.જી. હોસ્પિટલમાં જ નોકરી કરતા મૃતકના પિતા ગોપાલભાઈ જીવણભાઈ જાદવે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી, આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.