Last Updated on by Sampurna Samachar
ઉત્તર પ્રદેશમાં કાનપુરના બિલહૌરની ચોંકાવનારી ઘટના
પોલીસના હાથે એક નરાધમની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા )
ઉત્તરપ્રદેશમાં એક યુવકે પોતાની હવસ મિટાવવા કિશોરનુ અપહરણ કરી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય આચરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતા અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશમાં કાનપુરના બિલહૌરમાં એક ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. ૫મા ધોરણના વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેના પર સૃષ્ટિ વિરુદ્ધ કુકર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી. આરોપીઓએ આ કિશોરના મૃતદેહને કૂવામાં ફેંકી દીધા બાદ પરિવાર પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને મોબાઇલ લોકેશનના આધારે ૨૪ કલાકની અંદર એક આરોપીની ધરપકડ કરી લીધી જ્યારે બીજો હજુ પણ ફરાર છે.
આ ગુનામાં વધુ લોકો સંડોવાયેલા
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી નજર અલી ઉર્ફે હુસૈને જણાવ્યું હતું કે રમઝાન મહિનામાં ઉપવાસ રાખવાને કારણે તેની પત્ની શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરતી હતી. આ કારણોસર તેણે તેના મિત્ર અઝહર ઉર્ફે અજ્જુ સાથે મળીને આ ભયાનક ગુનો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આ જઘન્ય ગુનામાં વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. બાળકનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે આરોપી હુસૈને ખુલાસો કર્યો છે કે રમઝાન મહિનામાં તેની પત્નીએ રોજાના ઉપવાસને કારણે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરતી હતી. આ કારણસર તેણે અઝહર સાથે મળીને ગામના એક ૧૩ વર્ષના છોકરાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું. તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કુકર્મ બાદ ખંડણી માંગીને બંનેનો ઈરાદો પૈસા કમાવવાનો હતો.
આરોપી જાણતો હતો કે ૧૩ વર્ષનો છોકરો દરરોજ સાંજે જીમમાં જાય છે. આ દરમિયાન જ્યારે તે જીમમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે આરોપીએ તેને કોઈ બહાને ગામથી લગભગ અડધો કિલોમીટર દૂર બોલાવ્યો. ત્યાં દોરડું અને સળિયા પહેલેથી જ મૂકી રાખ્યા હતા.
રાત્રે લગભગ ૯ વાગ્યે બંનેએ બાળકને પકડી લીધો અને દોરડાથી બાંધી દીધો. બંનેએ વારાફરતી તેના પર કુકર્મ આચર્યું. એ દરમિયાન બાળક ચીસો પાડવા લાગ્યો ત્યારે હવસખોર આરોપીઓએ તેના મોંમાં કપડું ભરાવી દીધું હતું.
પરિણામે થોડા સમય પછી બાળક બેભાન થઈ ગયું ત્યારે આરોપીઓએ દોરડાથી ગળું દબાવીને તેની હત્યા કરી દીધી. મૃતદેહનો નિકાલ કરવા માટે આરોપીઓએ તેને નજીકના કૂવામાં ફેંકી દીધો અને મૃતકના પરિવાર પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગી.
હવસખોરોનો ભોગ બનેલા પીડિત બાળકના પરિવારને ૬ માર્ચની સવારે ખંડણીનો સંદેશ મળ્યો, જેમાં લખ્યું હતું: ‘તમારો ભાઈ અમારી પાસે છે!’ જો તમે તેને જીવતો જોવા માંગતા હો તો સાંજે ૫ વાગ્યા સુધીમાં ૧૦ લાખ રૂપિયા ભેગા કરો! જાે પોલીસને જાણ કરીશો તો હું તેને મારી નાખીશ. પરિવારે શરૂઆતમાં આ સંદેશ જાેયો નહીં. જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે આરોપી હુસૈને પોતે પરિવારને બાળકનો ફોન ચેક કરવા કહ્યું, જેનાથી શંકા વધુ ઘેરી બની.
આ પછી પરિવારે પોલીસને જાણ કરી ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે મેસેજ એ જ ફોન પરથી મોકલવામાં આવ્યો હતો જે આરોપી પાસે હતો.
પોલીસે તાત્કાલિક તેને કસ્ટડીમાં લીધો અને શોધખોળ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી તેનો બંધ કરેલો મોબાઇલ ફોન મળી આવ્યો. પૂછપરછ દરમિયાન તેણે સમગ્ર ઘટના કબૂલી લીધી. પોલીસે જણાવ્યું હતું કે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અઝહર ઉર્ફે અજ્જુ ફરાર છે. પોલીસ ટીમો તેની શોધમાં દરોડા પાડી રહી છે.