Last Updated on by Sampurna Samachar
પ્રેમી સાથે મળીને દીકરીએ કરી નાખી જનેતાની હત્યા
પોતાની જ માની કથિત રીતે હત્યા કરી નાખી હતી અને લાશને આશરે એક વર્ષ સુધી ઘરમાં જ છુપાવીને રાખી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદના બહારના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાની જ માની કથિત રીતે હત્યા કરી નાખી હતી અને લાશને આશરે એક વર્ષ સુધી ઘરમાં જ છુપાવીને રાખી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ભારત નગરની છે. મૃતક અંજુ (૪૦ વર્ષ) મે ૨૦૨૫થી ગાયબ હતી. તે સમયે જવાહર નગર અને બોલારમ પોલીસ સ્ટેશનમાં મહિલા ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ જાણકારી મળી નહોતી.
બંનેએ હત્યાની કાવતરું ઘડ્યું
પોલીસ તપાસમાં પણ આ ઘટનાનું રહસ્ય અકબંધ રહ્યું. જો કે ઊંડી તપાસ બાદ પોલીસને જાણકારી મળી કે, અંજુની હત્યા તેની જ દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને કરી હતી. પોલીસ અનુસાર, યુવતી પોતાની મા ને પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ માનતી હતી. જેને લઈને બંનેએ હત્યાની કાવતરું ઘડ્યું.
આરોપ છે કે, અંજુની હત્યા ઘરની અંદર કરવામાં આવી અને કોઈને શંકા ન જાય એટલે લાશને એ જ ઘરમાં દાટી દીધી. ત્યાર બાદ આરોપી એ જ ઘરમાં સામાન્ય જીવન જીવી રહ્યા હતા. આશરે એક વર્ષ પછી પોલીસને હકીકતની જાણકારી મળી. હાલ બંને આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પડોશીઓનું કહેવું છે કે, તેઓએ આવી ક્રૂર ઘટનાને ક્યારેય આશંકા નહોતી. ખાસ કરીને એક દીકરી દ્વારા તેની જ માની હત્યાને અંજામ આપવો.