Last Updated on by Sampurna Samachar
આંકડા રાજ્ય ક્રિકેટ સંગઠનો સાથે શેર કરવામાં આવ્યા
૨૦૨૩-૨૪માં, બોર્ડે ૪,૧૯૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. છેલ્લા ૫ વર્ષમાં BCCI ની સંપત્તિમાં ૧૪,૬૨૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બોર્ડ હજુ પણ ટીમ ઈન્ડિયાના મુખ્ય જર્સી સ્પોન્સરની શોધમાં છે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં જર્સી સ્પોન્સર વિના રમવા જઈ રહી છે. એક અહેવાલમાં BCCI ની કમાણીનો ખુલાસો કરવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવ્યું છે કે ફક્ત ૨૦૨૩-૨૪માં, બોર્ડે ૪,૧૯૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેનાથી તેની રોકડ અને બેંક બેલેન્સ ૨૦,૬૮૬ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. રાજ્ય એકમોને બધી બાકી રકમ ચૂકવ્યા પછી પણ બોર્ડનું સામાન્ય ભંડોળ ૨૦૧૯માં ૩,૯૦૬ કરોડ રૂપિયાથી વધીને ૨૦૨૪માં ૭,૯૮૮ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડા રાજ્ય ક્રિકેટ સંગઠનો સાથે શેર કરવામાં આવ્યા છે.
BCCI ની વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરાશે
રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ છય્સ્માં રજૂ કરાયેલા એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, “માનદ સચિવે સભ્યોને જાણ કરી હતી કે ૨૦૧૯થી BCCI ની રોકડ અને બેંક બેલેન્સ ૬,૦૫૯ કરોડ રૂપિયાથી વધીને ૨૦,૬૮૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને બાકી રહેલી બધી રકમ ચૂકવ્યા પછી આ આંકડો છે.
૨૦૧૯થી છેલ્લા પાંચ વર્ષમાં BCCI એ ૧૪,૬૨૭ કરોડ રૂપિયા કમાયા છે. આ પાછલા નાણાકીય વર્ષ કરતા ૪,૧૯૩ કરોડ રૂપિયાનો વધારો છે. આ ઉપરાંત, ૨૦૧૯થી સામાન્ય ભંડોળ પણ ૩,૯૦૬ કરોડ રૂપિયાથી વધીને ૭,૯૮૮ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે ૪,૦૮૨ કરોડ રૂપિયાનો વધારો છે.”
ઓછી આંતરરાષ્ટ્રીય મેચોને કારણે કુલ મીડિયા અધિકારોની આવક રૂપિયા ૨૫૨૪.૮૦ કરોડથી ઘટીને ૮૧૩.૧૪ કરોડ થઈ ગઈ, પરંતુ રોકાણ આવકમાં ભારે વધારો થયો. ડિપોઝિટ પર ઊંચા વળતરને કારણે તે ૫૩૩.૦૫ કરોડથી વધીને ૯૮૬.૪૫ કરોડ થઈ ગઈ. રિપોર્ટ અનુસાર, IPL થતી કમાણી અને ICC તરફથી મળેલા હિસ્સાને કારણે, BCCI એ ૨૦૨૩-૨૪ માટે ૧,૬૨૩.૦૮ કરોડ રૂપિયાનું સરપ્લસ નોંધાવ્યું, જે ગયા વર્ષના ૧,૧૬૭.૯૯ કરોડ રૂપિયા કરતા વધુ છે.
૨૦૨૩-૨૪ માટે BCCI એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ૧,૨૦૦ કરોડ રૂપિયા, પ્લેટિનમ જ્યુબિલી ફંડ માટે ૩૫૦ કરોડ રૂપિયાનું સરપ્લસ અને ક્રિકેટના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયાનું સરપ્લસ ફાળવ્યું. રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્ય સંગઠનોને ૧,૯૯૦.૧૮ કરોડ રૂપિયાનું સરપ્લસ મળ્યું છે, જ્યારે ચાલુ વર્ષ માટે ૨,૦૧૩.૯૭ કરોડ રૂપિયાનું સરપ્લસ અંદાજવામાં આવ્યું છે. આ આંકડા ૨૮ સપ્ટેમ્બરે BCCI ની વાર્ષિક સામાન્ય સભામાં ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે.