૧૫ શહેરોમાં મફતમાં જોઈ શકશો લાઈવ મેચો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

IPL ૨૦૨૬ પહેલા BCCI એ ચાહકોને આપી મોટી ભેટ

BCCI એ ફેન પાર્કના સ્થળોની જાહેરાત કરી છે, જ્યાં તમે વિશાળ સ્ક્રીન પર લાઈવ મેચો મફતમાં જોઈ શકો છો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

IPL ૧૯મી સીઝન ૨૮ માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે.

દરમિયાન IPL મેચની ટિકિટ માટેની પડાપડી પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. આ ઉત્સાહ વચ્ચે BCCI એ ચાહકો માટે એક મોટી ભેટ આપી છે. દર વર્ષની જેમ બોર્ડે ફરી એકવાર ચાહકો માટે ફેન પાર્કની વ્યવસ્થા કરી છે, જ્યાં તમે વિશાળ સ્ક્રીન પર લાઇવ મેચ સંપૂર્ણપણે મફતમાં જોઈ શકો છો.

BCCI IPL ઉત્સાહીઓ માટે ફેન પાર્કનું આયોજન

BCCI એ IPL ૨૦૨૬ સીઝનના પ્રથમ તબક્કા માટે ફેન પાર્કની જાહેરાત કરી છે. દરેક સીઝનમાં BCCI IPL ઉત્સાહીઓ માટે ફેન પાર્કનું આયોજન કરે છે, જેનાથી ક્રિકેટ ચાહકો કોઈપણ ખર્ચ વિના મોટી સ્ક્રીન પર લાઇવ મેચનો આનંદ માણી શકે છે. જો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ખુલ્લા વાતાવરણમાં ક્રિકેટનો રોમાંચ અનુભવવા માં૨ગતા હો, તો BCCI IPL ફેન પાર્ક એક બેસ્ટ સ્થળ છે. લાઇવ મેચ ટેલિકાસ્ટ ઉપરાંત આ સ્થળોએ ફેમિલી ઝોન, કિડ્સ ઝોન, ફૂડ અને બેવરેજ સ્ટોલ તેમજ JioCinema એક્સપિરિયન્સ ઝોનનો સમાવેશ થાય છે.

IPL ૨૦૨૬ના પ્રથમ ત્રણ અઠવાડિયા દરમિયાન ૧૧ રાજ્યોના કુલ ૧૫ શહેરોમાં ફેન પાર્કનું આયોજન કરવામાં આવશે. શેડ્યૂલ મુજબ, ૨૦૨૬ સીઝનના પ્રથમ અઠવાડિયા દરમિયાન ૨૮ અને ૨૯ માર્ચે રોહતક, ભોપાલ, તુમાકુરુ, નાગપુર અને કૃષ્ણા નગરમાં ફેન પાર્કનું આયોજન કરવામાં આવશે.

ત્યારબાદ બીજા અઠવાડિયામાં ૪ અને ૫ એપ્રિલે મથુરા, જોધપુર, નિઝામાબાદ, મૈસુરુ અને ભુવનેશ્વરમાં ફેન પાર્ક સ્થાપિત કરવામાં આવશે. છેલ્લે ત્રીજા અઠવાડિયામાં ૧૧ અને ૧૨ એપ્રિલના રોજ ક્રિકેટ ચાહકો મેરઠ, નડિયાદ, રત્નાગિરી, કોઈમ્બતુર અને રાઉરકેલામાં ફેન પાર્કનો અનુભવ માણી શકશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.