Last Updated on by Sampurna Samachar
સ્ટેન્ડઅપ કોમેડિયનોને સુપ્રીમ કોર્ટનો આદેશ
SMA Cure Foundation તરફથી દાખલ અરજી પર કરી સુનાવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કૉમેડિયનને દિવ્યાંગજનો પર અસંવેદનશીલ મજાક બનાવવા માટે આકરી ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કોમેડિયન ખાલી કોર્ટમાં જ નહીં પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ જાહેરમાં માફી માંગે.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે SMA Cure Foundation તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી. અરજીમાં યૂટ્યૂબર રણવીર અહબદિયા સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈના, વિપુન ગોયલ, બલરાજ પરમારજીત સિંહ ધઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તનવર પર દિવ્યાંગજનની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના તરફથી હાજર વકીલે જણાવ્યું કે, તમામે પોતાના કરેલા પર માફી માંગી લીધી છે. તેના પર કોર્ટે કોમેડિયન્સને કહ્યું કે, જો માફી તમે કોર્ટમાં આપી છે, એ જ સોશિયલ મીડિયા પર પણ આપો.
દિશાનિર્દેશ સુલભતાની વાત છે
જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કહ્યું કે, કોમેડીને સારી રીતે લેવામાં આવે છે અને તે જીવનનું અભિન્ન અંગ છે, આપણે ખુદ પર હસીએ છીએ, પણ જ્યારે બીજા પર હસવા લાગીએ છીએ અને સંવેદનશીલતાને ઠેસ પહોંચાડે છે. સામુદાયિક સ્તર પર જ્યારે હાસ્ય ઉત્પન્ન થાય છે, તો આ સમસ્યા બની જાય છે અને આ જ વાત આજના તથાકથિત પ્રભાવશાળી લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ.
તેઓ ભાષણનું વ્યવસાયીકરણ કરી રહ્યા છે. કોઈ ખાસ વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે સમુદાયનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ખાલી અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, પણ વ્યાવસાયિક ભાષણ છે.
તેના પર અપરાજિતા સિંહે કહ્યું કે, આઈટી નિયમો અંતર્ગત સ્વ નિયમનની જોગવાઈ છે. તેના પર જજે કહ્યું કે, હું અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવાની વાત નથી કરતી. બસ એવા દિશાનિર્દેશ હોવા જોઈએ કે તમે આવું ન કરો. દિશાનિર્દેશ સુલભતાની વાત કરે છે, અમે અહીં ગરિમાની વાત કરી રહ્યા છીએ.