Last Updated on by Sampurna Samachar
રખડતા કૂતરા લોકોને બે વાર કરડે છે, તો તેને આજીવન કેદની સજા
કૂતરાઓ માટે એક અનોખી સજાની જોગવાઈ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજ શહેરોમાં રખડતા કૂતરાઓ ઘણીવાર લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. પરંતુ હવે યુપી સરકારે રખડતા કૂતરાઓને લઈને મોટો નિર્દેશ આપ્યો છે. યોગી સરકારે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં, જો કોઈ રખડતા કૂતરા લોકોને બે વાર કરડે છે, તો તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ વાત એકદમ સાચી છે.

કૂતરા કરડવાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ આદેશ જાહેર કર્યો છે. શહેરી વિકાસના મુખ્ય સચિવ અમૃત અભિજાત દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં, આક્રમક અને હિંસક બનેલા કૂતરાઓ માટે એક અનોખી સજાની જાેગવાઈ કરવામાં આવી છે.
હુમલો કરનારા અને હિંસક કૂતરાઓ સામે ઝુંબેશ શરૂ
યોગી સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, જાે કોઈ કૂતરો પહેલી વાર કોઈ વ્યક્તિને કરડે છે, તો કૂતરાને ૧૦ દિવસની સજા થશે. આ સમય દરમિયાન, કરડનાર કૂતરાને એનિમલ બર્થ કંટ્રોલ એટલે કે, સેન્ટરમાં રાખવામાં આવશે. પરંતુ જો તે જ કૂતરો બીજી વાર કોઈને કરડે છે, તો ત્રણ સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરશે.
તપાસ ટીમમાં પશુધન અધિકારી, સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિ અને સભ્યોનો સમાવેશ થશે. ટીમ તપાસમાં શોધશે કે, શું કૂતરોના હુમલો કરવા માટે ઉશ્કેરવામાં તો નથી આવ્યો ને. જો કૂતરાને હુમલો કરવા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા નહીં મળે, તો તેને આજીવન સેન્ટરમાં રાખવામાં આવશે. એટલે કે, કૂતરાને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. આજીવન કેદની સજા પામેલા કૂતરાને ત્યારે જ મુક્ત કરવામાં આવશે, જ્યારે કોઈ વ્યક્તિ તેને સત્તાવાર રીતે દત્તક લેશે.
જોકે, હુમલો કરનાર અને હિંસક કૂતરાઓને સજા કરવા માટે જાહેર કરાયેલા આદેશમાં કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. આ માટે, પીડિતને સરકારી હોસ્પિટલમાં સારવારનું પ્રમાણપત્ર આપવું પડશે. આ અંગે માહિતી મળતાં જ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પશુધન વિભાગની ટીમ કરડતા કૂતરાને છમ્ઝ્ર સેન્ટર પર લઈ જશે. સારવારની સાથે, કૂતરાને સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
૧૦ દિવસ પછી સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવે તે પહેલાં, કૂતરાના શરીર પર એક માઇક્રોચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. આ માઇક્રોચિપ દ્વારા કૂતરાના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવશે. છમ્ઝ્ર સેન્ટરમાં રાખવામાં આવેલા કૂતરાઓને હડકવા વિરોધી રસી આપવામાં આવશે.
કૂતરાની સંપૂર્ણ વિગતો એક ફોર્મ પર રાખવામાં આવશે. કૂતરાના સ્વાસ્થ્ય અને વર્તન પર નજર રાખવામાં આવશે. આ સાથે, તેની પ્રવૃત્તિ તપાસવા માટે વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશુધન અધિકારી ડૉ. વિજય અમૃતરાજના જણાવ્યા અનુસાર, લોકોની સલામતી માટે શહેરી વિકાસના મુખ્ય સચિવનો આદેશ મળતાં જ તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્રણ સભ્યોની સમિતિ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હુમલો કરનારા અને હિંસક કૂતરાઓ સામે પણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.