Last Updated on by Sampurna Samachar
એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ચાલી રહ્યા છે મતભેદ
X ખરેખર બધા અવાજો માટે એક ડિજિટલ ટાઉન સ્ક્વેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નો ઉપયોગ કરે છે. જેના દ્વારા લોકો તેમના સંબંધિત લોકો સુધી પોતાનો મેસેજ પહોંચાડે છે. X ના માલિક એલોન મસ્કના જીવનમાં ઘણી ઉથલપાથલ આવી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે અણબનાવ છે. તો X ના CEO લિન્ડા યાકારિનોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના ગ્રોક ચેટબોટ દ્વારા આપવામાં આવેલા જવાબમાં યહૂદી વિરોધી વાતો કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે પછી તેમનું રાજીનામું સામે આવ્યું છે. એવી પણ ચર્ચા છે કે મસ્કે સોશિયલ મીડિયા કંપની X ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની AI સાથે મર્જ કરી દીધી છે. જે પછી નવી કંપનીમાં તેમની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉભા થયા હતા.
મને જવાબદારી સોંપવા બદલ ખૂબ આભારી
રાજીનામાની જાહેરાત કરતાં તેમણે લખ્યું કે બે અદ્ભુત વર્ષ પછી, મેં X ના CEO પદ પરથી રાજીનામું આપવાનો ર્નિણય લીધો છે. જ્યારે મેં અને એલોન મસ્કએ X માટેના તેમના વિઝન વિશે પહેલી વાર વાત કરી, ત્યારે મને ખબર હતી કે આ કંપનીના અસાધારણ મિશનને પૂર્ણ કરવું મારા માટે જીવનભરની સુવર્ણ તક હશે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા, કંપનીને પુનર્જીવિત કરવા અને X ને એવરીથિંગ એપમાં ફેરવવાની જવાબદારી મને સોંપવા બદલ હું તેમની ખૂબ આભારી છું.
મને X ટીમ પર ખૂબ ગર્વ છે, અમે સાથે મળીને જે ઐતિહાસિક વ્યવસાયિક પરિવર્તન પ્રાપ્ત કર્યું છે તે નોંધપાત્ર છે. અમે અમારા યુઝર્સ ખાસ કરીને બાળકોની સલામતીને પ્રાથમિકતા આપવા અને જાહેરાતકર્તાઓનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે જરૂરી પ્રારંભિક મહત્વપૂર્ણ કાર્યથી શરૂઆત કરી હતી. આ ટીમે કોમ્યુનિટી નોટ્સ અને ટૂંક સમયમાં X મની જેવી ગ્રાઉન્ડબ્રેકિંગ નવીનતાઓથી લઈને પ્લેટફોર્મ પર સૌથી પ્રતિષ્ઠિત અવાજો અને કન્ટેન્ટ લાવવા સુધી અથાક મહેનત કરી છે. શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે કારણ કે X AI સાથે એક નવા અધ્યાયમાં એન્ટ્રી કરશે.
X ખરેખર બધા અવાજો માટે એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે અને વિશ્વનો સૌથી શક્તિશાળી સાંસ્કૃતિક સંકેત છે. અમારા યુઝર્સ વ્યવસાયિક ભાગીદારો અને વિશ્વની સૌથી નવીન ટીમના સમર્થન વિના અમે આ સીમાચિહ્ન પ્રાપ્ત કરી શક્યા ન હોત. આ ઉપરાંત, તેમણે લખ્યું કે જેમ જેમ તમે વિશ્વને બદલવાનું ચાલુ રાખશો, હું તમારા બધાને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીશ અને હંમેશની જેમ હું તમને X પર મળીશ.