Last Updated on by Sampurna Samachar
ખલીને જોઇ મોટી સંખ્યામાં લોકો મળવા પહોંચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
WWF નો ઈન્ડિયન પ્લેયર ધ ગ્રેટ ખલી મહાકુંભમાં પહોંચ્યો હતો. જ્યાં પહોંચ્યા બાદ તેણે સ્નાન કર્યું હતું. તેને જોઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ આસપાસ એકઠી થઈ ગઈ લોકો ખુશ થઈ ગયા હતા અને લોકોએ ફોટો પડાવવા માટે તેની સાથે પડાપડી કરી હતી. હાલ પ્રયાગરાજ મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે જેમાં ગ્રેટ ખલીએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું.
ગ્રેટ ખલી જ્યારથી WWF માં ગયો ત્યારથી ઘણો પ્રખ્યાત થયો હતો. એક સમયે તે પંજાબ પોલીસમાં પણ કામ કરી ચૂક્યો છે. આ સિવાય તે રિયાલિટી શો બિગબોસમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે લોકોએ ગ્રેટ ખલીને જોયો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકો તેને મળવા માટે પહોંચ્યા હતા. સાથે જ સ્નાન કરતા સમયે તેના ફેન્સે તેને ઘેરી લીધો અને ફોટા પણ પડાવ્યા હતા.
હાલ સોશિયલ મીડિયા પર ધ ગ્રેટ ખલીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સૌથી નવાઈની વાત તો એ છે કે એક સેલિબ્રિટી હોવા છતાં ગ્રેટ ખલીએ ન તો VIP એન્ટ્રી લીધી કે ન તો કોઈ દેખાડો કર્યો હતો. તે સામાન્ય માણસની જેમ જ ઘાટ પર દર્શન કરવા પહોંચ્યો હતો. સામાન્ય લોકોની સાથે તેણે સંગમ ઘાટ પર લોકો વચ્ચે સ્નાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સંગમ ઘાટ પર જ્યારે લોકોએ ગ્રેટ ખલીને જોયો ત્યારે મોટા ભાગના લોકો ચોંકી ગયા હતા. કારણ કે તે કોઈ વીઆઈપી એન્ટ્રી સાથે નહોતો પહોંચ્યો. તેને જોઈને મોટા ભાગના લોકો તેની સાથે ફોટો પડાવવા ગયા હતા. જ્યારે સંગમ ઘાટ પર તેણે સ્નાન કર્યું તે સમયે પણ લોકોએ તેની સાથે ફોટો લેવા પડાપડી કરી હતી જે ઉપરના વીડિયોમાં તમે જોઈ શકો છો.