‘જો તે તમિલનાડુનો હોત તો તેને ટીમથી બહાર કરી દેવાયો હોત’ , પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથનું નિવેદન

Share this Article:

ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેન શુભમન ગિલના નિરાશાજનક પ્રદર્શનને લઇ ટીકા કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે ૧-૩ થી હારનો સામનો કરવો પડ્યો. આ હારના કારણે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલમાં પહોંચવાની તક પણ ગુમાવવી દીધી. હવે WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટક્કર થશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્‌સમેન શુભમન ગિલે નિરાશાજનક પ્રદર્શન કર્યું, જેના કારણે તે ટીકાકારોના નિશાને આવી ગયો છે. શુભમને આ સીરિઝમાં કુલ ૫ ઈનિંગમાં ૧૮.૬૦ ની સરેરાશથી ૯૩ રન બનાવ્યા જે નંબર-૩ બેટ્‌સમેન માટે ખૂબ સરેરાશ પ્રદર્શન હતું.

શુભમન ગિલ અને ટીમ ઈન્ડિયાના સિલેક્શનને લઈને હવે પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બદ્રીનાથે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) પર ટીમ સિલેક્શનમાં ક્ષેત્રીય ભેદભાવનો પણ આરોપ લગાવી દીધો. બદ્રીનાથે શુભમનની ટીકા કરતાં કહ્યું કે ‘જો તે તમિલનાડુનો હોત તો તેને ટીમથી બહાર કરી દેવાયો હોત. મારા માટે આ જોવું ખૂબ મુશ્કેલ છે. તે લેવલ પર તે આશાઓ પર ખરો ઉતર્યો નથી.’ બદ્રીનાથ અનુસાર શુભમનને એટલા માટે ટીમમાં રાખવામાં આવ્યો છે કેમ કે તે ઉત્તર ભારતથી છે.

બદ્રીનાથે આગળ કહ્યું, ‘જો તમે રન બનાવી શકતાં નથી તો ઈન્ટેન્ટ અને આક્રમકતા બતાવો. હું ઈચ્છતો હતો કે તે બોલર્સને થકવે અને બોલને જૂનો કરે. સાથી ખેલાડીઓની મદદ કરે અને રન ન બનાવવા પર પણ અડગ રહે. ૧૦૦ બોલ રમે અને બોલર્સને થકવી દે. લાબુશેન અને મેકસ્વીનીએ ઘણી મેચોમાં આવું કર્યું. તમારે ત્યાં જઈને એવું નથી કહેવાનું કે અરે, હું આ રીતે રમું છું, હું ઊભો રહીશ અને પરફોર્મ કરીશ. ચાર લોકો તમારા વિશે લખશે. તમે તે સમયે જે પણ કરી શકો છો. તમારે કરવું જોઈએ. આ સીરિઝમાં મને શુભમન પાસેથી તે ન મળ્યું. મેદાન પર તેની ફીલ્ડિંગ સરેરાશ હતી, તે સ્લિપ અને પોઈન્ટમાં ટકી શક્યો નહીં. તે ટીમમાં શું યોગદાન આપે છે?’

૪૪ વર્ષના સુબ્રમણ્યમ બદ્રીનાથે ભારત માટે ૨ ટેસ્ટ, ૭ વનડે અને ૧ ટી૨૦ મેચ રમી. આ દરમિયાન ટેસ્ટમાં ૬૩, ઓડીઆઈમાં ૭૯ અને ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૪૩ રન બનાવ્યા. બદ્રીનાથનું ફર્સ્ટ ક્લાસ કરિયર શાનદાર રહ્યું, જેણે ૧૪૫ મેચમાં ૫૪.૪૯ ની સરેરાશથી ૧૦૨૪૫ રન બનાવ્યા. બદ્રીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૩૨ સદી અને ૪૫ અડધી સદી ફટકારી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.