Last Updated on by Sampurna Samachar
૯ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન રમાશે મેચ
WPL મેગા ઓક્શન દરમિયાન ટુર્નામેન્ટ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝનનું શેડ્યૂલ જાહેર થયું છે. મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝન ૯ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન રમાશે. બોર્ડે જણાવ્યું છે કે બધી મેચો બે મુખ્ય શહેરો: નવી મુંબઈ અને વડોદરામાં યોજાશે. મહિલા પ્રીમિયર લીગના ચેરમેન જયેશ જ્યોર્જે ગુરુવારે નવી દિલ્હીમાં WPL મેગા ઓક્શન દરમિયાન ટુર્નામેન્ટની તારીખો અને વેન્યુની જાહેરાત કરી.

મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૬ની પહેલી મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટ બે તબક્કામાં યોજાશે. ટુર્નામેન્ટનો પહેલો તબક્કો નવી મુંબઈમાં યોજાશે, જ્યાં DY પાટિલ સ્ટેડિયમ ખાતે મેચો રમાશે. આ પછી બધી ટીમો બીજા તબક્કા અને ફાઇનલ માટે વડોદરાના BCA સ્ટેડિયમ જશે.
WPL અત્યાર સુધી ત્રણ સીઝન રમાઈ ચૂકી
WPL પાછલી સીઝન સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચ વિંડોમાં યોજાતી હતી. જોકે, આ વખતે પુરુષોનો ICC T20 વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે, જેના કારણે WPL ચોથી સીઝન પહેલાથી જ જાન્યુઆરી-ફેબ્રુઆરી વિન્ડોમાં ખસેડવામાં આવી છે.
ઉઁન્ના ચેરમેન જયેશ જ્યોર્જે તેમના ઓક્શન પહેલાના ભાષણમાં જાહેરાત કરી હતી કે, “આગામી ઉઁન્ નવી મુંબઈમાં રમાશે, ફાઇનલ વડોદરામાં થશે.” ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો DY પાટિલ સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યાં ભારતે આ મહિનાની શરૂઆતમાં મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદની મેચો વડોદરામાં યોજાશે, જેમાં ફાઇનલ ૫ ફેબ્રુઆરીએ રમાશે. WPL અત્યાર સુધી ત્રણ સીઝન રમાઈ ચૂકી છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.