Last Updated on by Sampurna Samachar
Contents
ફોરએવર કેમિકલ્સ’ દૂર કરવાની સુવિધા વાળો પ્રોજેક્ટ
અદ્યતન ટેકનોલોજી આધારિત અનેક મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત પાલિકાના બજેટમાં ભારતમાં સૌપ્રથમ એક્ટિવેટેડ કાર્બન સહિત સિરામિક મેમ્બ્રેન ફિલ્ટરેશન અંગેનો આધુનિક ટેકનોલોજીવાળો ૧૬૦ સ્ન્ડ્ઢ ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રાંદેર ઝોનમાં બનાવવા આયોજન થયું છે.

આ પ્લાન્ટ વિશ્વનો પ્રથમ સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ બનશે તેમાં પોલી ફ્લોરો આલ્કીલ પદાર્થો દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્લાન્ટ સિરામિક અલ્ટ્રા ફિલ્ટરેશન મેમ્બ્રેન પર આધારિત રહેશે.
ફોરએવર કેમિકલ્સ દૂર કરવાની સુવિધા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાણી પુરવઠા અને પર્યાવરણ સંરક્ષણ માટે અદ્યતન ટેકનોલોજી આધારિત અનેક મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. રાંદેર ખાતે વિશ્વનો પ્રથમ સૌથી મોટો ૧૬૦ સ્ન્ડ્ઢ એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. ૧૨૧ કરોડના આ પ્રોજેક્ટમાં ફોરએવર કેમિકલ્સ’ દૂર કરવાની સુવિધા છે.
આ સાથે સુરતના વરિયાવ ખાતે ઝીરો લિક્વિડ ડિસચાર્જ સાથે ૨૫૦ સ્ન્ડ્ઢ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ૧૨૯ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ બંને મોડલ પ્લાન્ટો, એન્વાયરો કન્ટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ સી.એસ.આર. ફંડમાંથી બનાવશે.