Last Updated on by Sampurna Samachar
સોનાનો ભાવ રૂ. ૮૯, ૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યો
ટ્રમ્પની ટેરિફ નીતિથી અનિશ્ચિતતાઓ વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયામાં ચાલી રહેલા મુશ્કેલીન વાદળો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. પરિણામે સોના-ચાંદીના ભાવ સ્થિર ધોરણે વધી રહ્યા છે. અમદાવાદમાં સોનાએ રૂ. ૫૦૦ ઉછળી ફરી રેકોર્ડ ટોચ પાછી મેળવી છે. બીજી બાજુ ચાંદી સ્થિર રહી હતી.
અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. ૫૦૦ વધી રૂ. ૮૯, ૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. અગાઉ સ્થાનિક સ્તરે સોનું રૂ. ૮૯, ૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઓલટાઈમ હાઈએ પહોંચ્યુ હતું. ચાંદીએ છેલ્લા બે દિવસથી રૂ. ૯૬, ૦૦૦ ની સપાટી જાળવી રાખી છે. ગત સપ્તાહે ચાંદી રૂ. ૯૭, ૦૦૦ પ્રતિ ૧ કિગ્રા નોંધાયા બાદ પ્રોફિટ બુકિંગનો સામનો કરી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિથી અનિશ્ચિતતાઓ વધી છે. બીજી તરફ આ સપ્તાહે અમેરિકાના જીડીપી-ફુગાવાના ડેટા આવવાના છે. જેથી રોકાણકારો હાલ બુલિયન માર્કેટમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલી તેજીમાં પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા છે.
MCX પર સોનું નજીવું રૂ. ૩૦૦ વધ્યું છે. જ્યારે ચાંદી વાયદો રૂ. ૨૫૨ના ઘટાડે ક્વોટ થઈ રહ્યો છે. એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં સોનામાં આગામી સપોર્ટ રૂ. ૮૫૫૦૦-૮૫૨૦૦ નિર્ધારિત કર્યો છે. તેમજ રેઝિસ્ટન્સ લેવલ રૂ. ૮૬૪૫૦-૮૬૬૦૦ આપ્યું છે. મોતિલાલ ઓસ્વાલના કોમોડિટી રિસર્ચ સિનિયર એનાલિસ્ટ માનવ મોદીએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહે સોનામાં ભારે તેજીના કારણે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. ટેરિફ પ્લાન વચ્ચે સેફ હેવનની માંગ વધી છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચતતાઓના કારણે રોકાણકારો બુલિયન માર્કેટ તરફ ડાયવર્ટ થયા છે.