Last Updated on by Sampurna Samachar
મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં ૪૩%નો નોંધપાત્ર વધારો
દૂધ મંડળીઓમાંના બોર્ડમાં ૮૨ ડિરેક્ટર્સ તરીકે ૨૫% મહિલા સભ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આર્ત્મનિભર બનાવીને જ ભારતને સંપૂર્ણપણે આર્ત્મનિભર બનાવા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે. તેમણે ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા નેતૃત્વને સશક્ત બનાવવા માટે સહકારી મૉડલને પ્રાથમિકતા આપી છે.
વડાપ્રધાન મોદીના ભારતને સંપૂર્ણપણે આર્ત્મનિભર બનાવવાના વિઝનને સહકારી મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવ્યું છે. જેના પગલે, ગુજરાતે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કર્યું છે. ગુજરાતના સહકારી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દૂધ મંડળીઓમાં પણ મહિલાઓની આગેવાનીમાં વધારો થયો છે.
૩૨ % દૂધ ઉત્પાદક સભ્યો મહિલાઓ
વર્ષ ૨૦૨૫માં દૂધ મંડળીઓમાંના બોર્ડમાં ૮૨ ડિરેક્ટર્સ તરીકે ૨૫% મહિલા સભ્યો છે, જે દૂધ મંડળીઓમાંની નીતિ ઘડવામાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવે છે. ગુજરાતની દૂધ સહકારી મંડળીઓમાં પણ મહિલા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં લગભગ ૩૬ લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી લગભગ ૧૨ લાખ એટલે કે ૩૨ % દૂધ ઉત્પાદક સભ્યો મહિલાઓ છે.
એટલું જ નહીં, આ જ સમયગાળા દરમ્યાન ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓની મૅનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી ૧૪ % વધી છે. આ મૅનેજમેન્ટ સમિતિઓમાં મહિલાઓની સંખ્યા ૭૦,૨૦૦થી વધીને ૮૦,૦૦૦ થઈ ગઈ છે. આ મહિલાઓ હવે ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓમાં નીતિ નિર્માણ, સંચાલન અને દેખરેખ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા મિલ્ક પ્રોક્યોરમેન્ટ (ખરીદી) ૨૦૨૦માં ૪૧ લાખ લિટર પ્રતિ દિવસથી ૩૯% વધીને ૨૦૨૫માં ૫૭ લાખ લિટર પ્રતિ દિવસ થઈ ગયું છે, જે હાલમાં રાજ્યના કુલ મિલ્ક પ્રોક્યોરમેન્ટના લગભગ ૨૬% છે.
ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓ આજે સામાજિક પરિવર્તનનું પ્રતીક બની છે, સાથે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વર્ષ ૨૦૨૦માં આ મંડળીઓની અંદાજિત દૈનિક આવક ?૧૭ કરોડ અને એ મુજબ વાર્ષિક આવક ? ૬,૩૧૦ કરોડ હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડો વધીને ૨૦૨૫માં ?૨૫ કરોડ પ્રતિ દિવસ થયો છે, જેના કારણે વાર્ષિક અંદાજિત આવક ?૯,૦૦૦ કરોડને પાર થઈ ગઈ છે.
એટલે કે, આ સમયગાળા દરમ્યાન મહિલા સંચાલિત મંડળીઓની આવકમાં ?૨,૭૦૦ કરોડનો વધારો થયો છે, જે ૪૩%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ સફળતા મહિલા સશક્તિકરણના સહકારી મૉડલની મજબૂતીનો પુરાવો છે.