Last Updated on by Sampurna Samachar
કોર્ટે સાસરિયાવાળા વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્દોરના બાણગંગા વિસ્તારમાં રહેતી એક યુવતીએ લગ્નની પહેલી રાત વર્જિનિટી ટેસ્ટ કરવાની કુપ્રથા વિરુદ્ધ કોર્ટના શરણે પહોંચી ગઈ હતી . યુવતીનો આરોપ છે કે, લગ્નની રાત્રે તેના સાસરિયાવાળાઓ તેની વર્જિનિટી ચેક કરવા માટે ખોટી રીત અપનાવી. જેનાથી તેને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરવામાં આવી.
હકીકતમાં જોઈએ તો, ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ ભોપાલના એક યુવકના લગ્ન ઈન્દોરની એક યુવતી સાથે થયા હતા. સુહાગરાત પર બેડશીટ પર લોહી ન દેખાયું તો સાસરિયાવાળાઓએ તેના ચરિત્ર પર શંકા કરવા લાગ્યા. પીડિતાના પતિએ પણ તેનો સાથ આપ્યો નહોતો. સાસુએ પાડોશીની છોકરીને બોલાવીને બેડશીટ પર લોહી ન હોવાનું કારણ પૂછ્યું હતું.
જે આ મામલો ઈન્દોર જિલ્લાની કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે આ મામલે સંજ્ઞાન લેતાં સાસરિયાવાળા વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાએ સમાજમાં ફેલાયેલી ગંભીર કુરિવાજો પર સવાલો ઊભા કરે છે. પીડિતાના લગ્ન ડિસેમ્બર ૨૦૧૯માં ભોપાલમાં એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેને ગર્ભપાત અને મૃત બાળકીને જન્મ આપવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. હાલમાં પીડિતાને એક દીકરી પણ છે.
મહિલાની ફરિયાદ બાદ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની તપાસમાં એ ખુલાસો થયો કે લગ્નની પહેલી રાત્રે તેના સાસરિયાવાળાઓએ વર્જિનિટી ચેક કરવા માટે અમાનવીય રીત અપનાવી હતી. પીડિતાનો આરોપ છે કે દહેજ માટે પણ તેના પર અત્યાચાર કરવામાં આવ્યો છે.
કોર્ટે આ મામલામાં મહિલા ઉત્પીડનનો ગંભીર મામલો નોંધતાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલો ન ફક્ત મહિલાઓના અધિકારના સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, પણ સમાજમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ પણ છે.