Last Updated on by Sampurna Samachar
આયુષી શુક્લાએ ભારત માટે ઘાતક બોલિંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે મહિલા અંડર ૧૯ એશિયા કપ ૨૦૨૪માં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે સુપર ફોરની મેચમાં શ્રીલંકાને હરાવી આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને જીતવા માટે ૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે ૬ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આયુષી શુક્લાએ ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે ૪ વિકેટ ઝડપી હતી. આયુષી શુક્લાને પણ પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી.
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૯૮ રન બનાવ્યા હતા. આ દરમિયાન નાનયાકારાએ ૩૩ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સુમુદૂએ ૩૧ બોલનો સામનો કર્યો અને ૨૧ રન બનાવ્યા હતા. ઓપનર સંજના ૯ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જ્યારે હિરુનીએ ૨ રન બનાવ્યા હતા. દરમિયાન આયુષી શુક્લાએ ભારત માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે ૪ વિકેટ ઝડપી હતી.
ભારત માટે આયુષી શુક્લાએ ઘણી સારી બોલિંગ કરી હતી. તેણે ૪ ઓવરમાં માત્ર ૧૦ રન આપ્યા અને ૪ વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી હતી. પરુનિકાએ પણ ૨ વિકેટ લીધી હતી. તેણે ૪ ઓવરમાં ૨૭ રન આપ્યા હતા. શબનમ અને ધૃતિને ૧-૧ વિકેટ મળી હતી.
આ જીત સાથે ભારતે મહિલા અંડર ૧૯ ્૨૦ એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે શ્રીલંકાને ૪ વિકેટથી હરાવ્યું છે. ભારત માટે કમલિનીએ ૨૬ બોલમાં ૨૮ રન બનાવ્યા હતા. ત્રિશાએ ૨૪ બોલનો સામનો કર્યો અને ૩૨ રનની ઇનિંગ રમી. મિથિલાએ ૧૨ બોલમાં અણનમ ૧૭ રન બનાવ્યા હતા. કેપ્ટન નિક્કી ૩ રન બનાવીને આઉટ થયો હતો.