Last Updated on by Sampurna Samachar
જામનગરમાં જૂની અદાવતમાં એક યુવકને કેટલીક મહિલાઓએ ઢોર માર માર્યો
ઈજાગ્રસ્ત યુવાનનું નામ વસીમ હાજીભાઈ ખફી હોવાનું સામે આવ્યું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં અત્યાર સુધી યુવાનો દ્વારા થતી ગેંગવોરના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. હવે મહિલાઓની ગેંગવોર સ્ટાઈલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જામનગરમાં જૂની અદાવતમાં એક યુવકને કેટલીક મહિલાઓએ ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં એસટી રોડ પર કેટલીક મહિલાઓની ગેંગવોર સ્ટાઈલ સામે આવી છે. આ મહિલાઓ જાણેગેંગસ્ટર હોય તે રીતે એક યુવકને ઢોર માર માર્યો હતો. જૂની અદાવતના કારણે સુમરા સમાજના યુવક પરમહિલાઓએ ઘાતક હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું નામ વસીમ હાજીભાઈ ખફી હોવાનું સામે આવ્યું છે. યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જાહેરમાં કેટલીક મહિલાઓ એક યુવક પર ઘાતક હુમલો કરી રહી છે. જાહેરમાં આ પ્રકારની ઘટના સામેઆવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયાં છે.