Last Updated on by Sampurna Samachar
છેલ્લાં ૨૩ વર્ષથી પરિવાર સાથે અમેરિકા સ્થાયી હતા
મહિલાની અમેરિકાના સ્ટોરમાં હત્યા કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતીઓને ડોલર કમાવીને આપતી અમેરિકાની ધરતી હવે જીવલેણ બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુ એક ગુજરાતીએ અમેરિકામાં જીવ ગુમાવ્યો છે. આણંદની પાટીદાર મહિલાની અમેરિકાના સ્ટોરમાં હત્યા કરવામાં આવી છે.
બોરસદના સિંગલાવ ગામની મહિલાની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. અમેરિકા વેસ્ટ સાઉથ ખાતેના સ્ટોર ખાતે આ ઘટના બની હતી. જેમાં કિરણબેન પટેલ નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. સ્ટોર પર આવી ચઢેલા બુકાનીધારીએ કિરણબેનને ગોળીથી વીંઝી નાંખ્યા હતા. કિરણબેન પટેલ છેલ્લાં ૨૩ વર્ષથી પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા.
ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી
કિરનબેનના લગ્ન પેટલાદ તાલુકાના આશી ગામે થયા હતા. લગ્ન બાદ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં ગેસ સ્ટેશન કમ સ્ટોર પર આ ઘટના બની હતી. ૧૬ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦ વાગે કિરણબેન સ્ટોર પર કામ કરી રહ્યા હતા, ત્યારે કારમાં આવેલા બુકાનીધારીએ તેમને બંદૂક બતાવી હતી. જેના બાદ કિરણબેન જીવ બચાવવા સ્ટોરની બહાર ભાગ્યા હતા. પરંતું બુકાનીધારી લૂંટારાએ પીછો કરી ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં કિરણબેનનું ગોળી લાગતા મોત નિપજ્યું છે.
આ ઘટનાથી મહેસાણમાં રહેતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે. વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને ર્નિદતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકાની ધરતી તો પહેલાથી જ ગુજરાતીઓ માટે અસલામત રહી છે.
આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં ર્નિદયી રીતે હત્યા કરવામાં આવી છે. હેમંત મિસ્ત્રીના મોતથી સ્થાનિક ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.