Last Updated on by Sampurna Samachar
મહિલાની અર્ધનગ્ન લાશ લોહીથી લથબથ હાલતમાં મળી
આ મામલે પોલીસે કાયદાકીય તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના લુધિયાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલી ઇન્ડો-અમેરિકન હોટલમાં એક મહિલાની લાશ મળતા હડકંપ મચી ગયો હતો. કહેવાય છે કે મહિલાની હત્યા તેના પ્રેમીએ કરી છે. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો, જેને પોલીસે દરોડા પાડી ઝડપી લીધો હતો. હાલમાં પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી જાણકારી અનુસાર મહિલા પરિણીત હતી અને પોતાના પતિથી અલગ રહેતી હતી. પ્રેમી સાથે હોટલમાં કોઈ વાતને લઈને વિવાદ થયા બાદ મહિલાએ પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો, જે બાદ ગુસ્સામાં આરોપી પ્રેમીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા
હકીકતમાં જોઈએ તો લુધિયાણાની એક હોટલમાં રેખા નામની મહિલાની લાશ મળી હતી. જાણકારી અનુસાર, મહિલા પોતાના પતિથી અલગ રહેતી હતી અને બે બાળકોની માતા પણ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની હત્યા તેના બોયફ્રેન્ડ અમિત નિષાદે કરી છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને હોટલ ઇન્ડો-અમેરિકનમાં રૂમ લઈને સમય વિતાવી રહ્યા હતા.
શારીરિક સંબંધ બાદ રેખાએ અમિત પર લગ્નનું પ્રેશર બનાવવાનું શરૂ કર્યું પણ અમિતના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા અને આ બધી વાતોને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. ગુસ્સામાં રેખાએ કટરથી અમિતનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. તેનાથી ક્રોધિત થઈને અમિતે રેખાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.
પોલીસના જણાવ્યા અનુસાર, હોટલની બહારથી ખાવાનું લઈને આવવાના બહાને આરોપી અમિત ત્યાંથી ફરાર થઈ ગયો. હોટલ મેનેજરને મહિલાની અર્ધનગ્ન લાશ લોહીથી લથબથ હાલતમાં મળી. જેના ચહેરા પર ઇજાના નિશાન હતા. હોટલ મેનેજરે મામલાની જાણ પોલીસને કરી અને પછી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી રાતે દરોડા પાડી આરોપી અમિતની ધરપકડ કરી.
અમિતનો પ્રાઇવેટ પાર્ટ કપાયેલો હોવાથી પહેલા તેને ચંડીગઢમાં હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. હાલમાં અમિતની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.